Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Agnimantra

સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્ર - ૧

*  માનવનું અઘ્યયન કરો. માનવ જ જીવંત કાવ્ય છે.
*  મહાન માનવ એ જ છે  જે પોતાના હૃદય-રક્તનું સિંચન કરીને બીજા માટે માર્ગ તૈયાર કરે છે.
*  એ જ વ્યક્તિ મહાન છે જેનું ચરિત્ર સદૈવ અને બધી પરિસ્થિતિઓમાં મહાન અને સમરસ રહે છે.
*  એ જ માનવ સુખી બની શકે જે પોતાના મનનો માલિક હોય, બીજા કોઈ નહીં.
*  જે માનવ વજ્ર જેવો કઠોર ને બળવાન હોય અને સાથે ને સાથે સ્ત્રીના હૃદય જેવી કોમળતા ધરાવે છે તે જ સાચો માનવ છે. 
*  આપણી પહેલી અને મહત્ત્વની આવશ્યકતા છે ચારિત્ર્ય-ઘડતર.
*  નીતિમાન થજો. શૂરવીર બનજો. ઉદાર હૃદયના થજો. જાનને જોખમે પણ વીર, ચારિત્ર્યવાન બનો.
*  શ્રેષ્ઠ કાર્યમાં અનેક વિઘ્નો આવે છે.
*  નિષ્ફળતા સ્વાભાવિક છે અને એ માનવજીવનનું સૌંદર્ય છે.
*  બીજાને દોષ ન દો. તમે જે કંઈ દુ:ખકષ્ટ ભોગવો છો તેનું એકમાત્ર કારણ તમે જ છો.
*  ઊઠો, હિંમતવાન બનો. બધી જવાબદારી તમારા શિરે લઈ લો. યાદ રાખજો કે તમારા ભાગ્યનિર્માતા તમે પોતે જ છો.
*  જેનામાં આત્મવિશ્વાસ નથી એ જ નાસ્તિક છે.
* આત્મશ્રદ્ધા જ માનવને નરમાંથી સિંહમર્દ બનાવે છે.
*  તમે બધું કરી શકો છો, તમે સર્વશક્તિમાન છો.
*  પહેલાં એકાંતમાં રહીને-બેસીને ધર્મજીવનને સારી રીતે દ્રઢ કરી લેવું પડશે.
* મનમૂક બનીને શક્તિ સંગૃહીત કરો અને આઘ્યાત્મિકતાનો ‘ડાયનમો’ (શક્તિસ્રોત) બની જાઓ.
*  ચિંતન કરતાં શીખો. નવા વિચારો જન્માવો.
*  વિચાર ઘણો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આપણે જે કંઈ વિચારીએ છીએ તે જ બનીએ છીએ.
*  આપણા વિચારોનો અન્ય માટે પ્રચાર કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ.
*  આપણને આવશ્યકતા છે હૃદય અને મસ્તિષ્કના સમન્વયની.
*  જો હૃદય અને મસ્તિષ્કમાં મતભેદ ઊભો થાય તો હૃદયને અનુસરો.
*  આપણને એવા હૃદયની આવશ્યકતા છે જે સાગર જેવું ગહન-ગંભીર અને આકાશ જેવું વિશાળ-ઉદાર હોય.
*  હૃદય પૂર્ણ બને એટલે મુખે વાણી વહે અને હૃદય પૂર્ણ બને એટલે હાથ પણ કામ કરવા લાગે.
*  આપણે ત્રણ વસ્તુઓની આવશ્યકતા છે : અનુભૂતિ માટે હૃદય, કલ્પના માટે બુદ્ધિ અને કામ કરવા માટે હાથ.
*  પૃથ્વીની જેમ બધું સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરો.
*  પવિત્રતા, દ્રઢતા અને પરિશ્રમશીલતા - આ ત્રણે ય ગુણ એકી સાથે હોય એમ હું ઇચ્છું છું.
*  ગંભીરતાની સાથે શિશુવત્ સરળતાને સાધો. 
*  બધાંને પોતાની જેમ જોતાં શીખો. સમાનતાની ભાવના મુક્ત-પુરુષનું લક્ષણ છે.
*  ઢોંગી બનવા કરતાં સ્પષ્ટ વક્તા નાસ્તિક બનવું વધુ સારું છે.
*  ઊઠો, જાગો અને સંપૂર્ણત: નિષ્કપટ બનો.
*  ભય દુર્બળતાનું ચિહ્ન છે.
*  કામના અને સ્વાર્થથી જ ભય નિષ્પન્ન થાય છે.
*  જગતને જો કોઈ એક જ ધર્મનું શિક્ષણ આપવું હોય તો તે છે ‘નિર્ભયતા.’
*  મર્દ બનો, સર્વદા કહો : ‘અભી: અભી:’ હું નિર્ભય છું, હું નિર્ભય છું.
*  દુર્બળતા જ જગતનાં બધાં દુ:ખોનું કારણ છે.
*  દુર્બળતાને કારણે જ આપણે ચોરી-લૂંટફાટ, જુઠ્ઠાણાં-દગાબાજી જેવાં અનેક દુષ્કર્મો કરીએ છીએ.
*  જગતને મારે માત્ર આટલું જ કહેવાનું છે : બળવાન બનો.
*  શક્તિની ઉચ્ચતમ અભિવ્યક્તિ છે પોતાની જાતને શાંત રાખવી અને પોતાના પગ પર ઊભા રહેવું.
*  સમગ્ર જીવનનું એકમાત્ર ઘ્યેય છે : કેળવણી.
*  સારા શિક્ષણનું ઘ્યેય છે : માનવનો વિકાસ.
*  કોઈ પણ પ્રકારનું જ્ઞાન બહારથી નથી આવતું, એ બધું ભીતર જ છે.
*  મનની એકાગ્રતા જ સમગ્ર જ્ઞાન.
*  બાળક સ્વયં શિક્ષણ મેળવે છે. તમારું કર્તવ્ય તો માત્ર  તેમને સહયોગ આપવાનું અને અડચણો દૂર કરવાનું છે.
*  કોઈને ય એમ ન કહો કે : ‘તમે ખરાબ છો.’ પરંતુ એને કહો : ‘તમે સારા છો અને વધુ સારા બનો.’
*  જ્ઞાનપ્રાપ્તિનું રહસ્ય છે : બધાંમાંથી સાર-તત્ત્વ ગ્રહણ કરવું.
*  હું ધર્મને શિક્ષણનું અંતરતમ અંગ ગણું છું.
*  સાચું શિક્ષણ હંમેશા પ્રકૃતિના સંપર્કમાં રહેવાથી જ પ્રાપ્ત થાય છે.
*  સાચું શિક્ષણ એ છે જે માનવને આત્મનિર્ભર બનાવે છે.
*  જે માણસ એમ કહે કે મારે કંઈ શીખવાનું નથી એ માણસ મૃત્યુના પથે છે એમ માની લેવું.
*  જ્યારે માણસને સમજાય કે જડ જગતમાં સુખની શોધના વ્યર્થ છે ત્યારે ધર્મનો પ્રારંભ થાય છે.
*  પ્રત્યક્ષ અનુભૂતિ જ ધર્મનું સારભૂત તત્ત્વ છે.
*  જ્યાં બુદ્ધિ અને વિચારનો અંત આવે છે ત્યાંથી ધર્મનો પ્રારંભ થાય છે.
*  ધર્મ માત્ર શ્રદ્ધાનો વિષય નથી પરંતુ એ તો છે ‘હોવું’ અને ‘બનવું’.
*  નિ:સ્વાર્થપણું જ ધર્મની કસોટી છે.
*  ધર્મનો મૂળ ઉદ્દેશ્ય છે : માનવને સુખી કરવો.
*  જે ધર્મ ગરીબોનાં દુ:ખ ન દૂર કરી શકે અને માનવને દેવ ન બનાવી શકે એ ધર્મ શું ધર્મ છે ?
*  વાસ્તવિક રીતે બધા ધર્મો એક ‘ચિરંતન ધર્મ’નાં અભિન્ન અંગો છે.
*  ધર્માંધોનો કોઈ ધર્મ જ હોતો નથી.
*  સંપ્રદાય ભલે રહે પણ સાંપ્રદાયિકતા દૂર થઈ જવી જોઈએ.
*  દરેક સંપ્રદાય એક એક મહાન સત્યનું દર્શન કરાવે છે.
*  કામના અસીમ છે અને એની પૂર્તિ સીમિત છે.
*  ભોગ તો છે લાખ લાખ ફેણવાળો સાપ - એને કચડવો જ રહ્યો.
* વાસના જ આપણને બંધનમાં નાખે છે, ગુલામ બનાવે છે.
*  અજ્ઞાન, ભેદભાવવાળી બુદ્ધિ અને વાસના-આ ત્રણે માનવજાતિનાં દુ:ખનું મૂળ કારણ છે.
*  આપણે સુખની પાછળ દોડીએ છીએ અને દુ:ખ આપણો પીછો કરે છે.
*  એક તોલા સુખના પ્રમાણમાં એકાદ શેર દુ:ખ પણ આવે છે.
*  જીવન ક્ષણભંગુર છે, એક ક્ષણિક સ્વપ્ન છે, યૌવન અને સૌંદર્ય નશ્વર છે.
*  કોઈ જડ વસ્તુને મૂલ્યવાન ન માની લો અને એની લાલચમાં ન લપટાઓ.
*  હંમેશા મૃત્યુનું મનન કરો.
*  વ્યર્થ અને અજ્ઞાનભરી જિંદગી જીવવા કરતાં મૃત્યુ વધારે સારું છે; હારેલું અને હતાશ જીવન જીવવા કરતાં યુદ્ધભૂમિમાં લડતાં લડતાં મરી જવું એ વધારે સારું છે.
*  નિમ્નનો ત્યાગ કરો જેથી તમને ઉચ્ચતા પ્રાપ્ત થાય.
*  ત્યાગ જ મહાન શક્તિ છે.
*  ત્યાગ-તપસ્યાથી જગતની સૃષ્ટિ થઈ છે.
*  જીવનમાં બધું ભયથી ભરેલું છે. માત્ર ત્યાગ જ નિર્ભય છે.
* ઉપનિષદોનો પ્રાણ કે મૂળમંત્ર ત્યાગ છે.
*  ત્યાગ જ આઘ્યાત્મિકતાનું પ્રથમ સોપાન છે.
*  જો બાહ્ય રીતે ત્યાગ ન કરી શકો તો મનથી બધું ત્યજી દો.
*  જીવનનું રહસ્ય-ભોગ નથી પરંતુ અનુભવ દ્વારા કેળવણી મેળવવાનું છે.
*  ઈંદ્રિયજન્ય સુખોને માનવનું પરમ લક્ષ્ય માનવું એ મોટામાં મોટી મૂર્ખામી છે. માનવ જીવનનું લક્ષ્ય છે : જ્ઞાન.
*  વિશ્વમાં પ્રત્યેક વસ્તુ મુક્તિ માટે સંઘર્ષરત છે.
* પ્રકૃતિ કે જીવનનો આદર્શ મુક્તિ છે અને આ મુક્તિ પૂર્ણ નિ:સ્વાર્થ ભાવનાથી જ મેળવી શકાય.
* નિર્બળ મનુષ્ય કદી મુક્તિ મેળવી શકતો નથી.
* ત્યાગ વિના મુક્તિ શક્ય નથી.
*  ઉચ્ચગ્રાહી બનવું, ઊર્ઘ્વગામી બનવું અને પૂર્ણતાની શોધના કરવી એને જ મોક્ષ કહેવાય છે.
*  સર્વોચ્ચને જ ખોળતા રહો, સદૈવ સર્વોચ્ચની શોધના કરો કારણ કે સર્વોચ્ચમાં જ શાશ્વત આનંદ છે. સત્યને જાણી લો અને પળવારમાં જ તમે મુક્ત બની જશો.
*  વાસ્તવમાં અંતિમ સીમા સુધી પહોંચ્યા વિના સત્ય ક્યારે ય સુખકર નથી બનતું.
*  નિરપેક્ષ સત્ય એક છે, સાપેક્ષ સત્ય અવશ્ય અનેક હોઈ શકે છે.
*  આપણે અસત્ય દ્વારા સત્ય સુધી નહીં પણ સત્ય દ્વારા ઉચ્ચતર સત્ય સુધી પહોંચવાનું છે. સત્ય જેટલું મહાન છે એટલું જ સહજ બોધગમ્ય છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda