Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

મોગલ સમ્રાટોની રાજધાની દિલ્હીમાં

૧૮૯૧ના જાન્યુઆરીમાં સ્વામીજી દિલ્હી ગયા અને પોતાની પાછળ પાછળ નહિ આવવા ગુરુભાઈઓને તેમણે કહ્યું તથા પોતાની પ્રકૃતિ અનુસાર પોતાના આઘ્યાત્મિક ઘ્યેયને અનુસરવા કહ્યું. જાતને ગુપ્ત રાખવા એ વખતોવખત નામ બદલતા રહ્યા, પણ એમની પ્રતિભા અને રાજા સમો એમનો દેખાવ એમને ગુપ્ત રાખી શકતા નહિ. ‘મરજીવાની માફક ભારતસાગરમાં એમણે ભૂસકો માર્યો’. એમનું પરિભ્રમણ એમને અલવર, જયપુર, અજમેર, માઉન્ટ આબુ, ખેતડી, અમદાવાદ, ખંડવા, મુંબઈ, પૂણે, બેલગામ, બેંગલોર, મૈસૂર, કોચીન, મલબાર, ત્રિવેન્દ્રમ અને મદુરાઈ લઈ ગયું. ભારતના દક્ષિણતમ છેડે કન્યાકુમારી અને દક્ષિણ ભારતના કાશી એવા રામેશ્વર પણ તેઓ ગયા.

આ પરિભ્રમણ દરમિયાન સ્વામીજી જાતે શીખ્યા અને એમણે શીખવ્યું પણ. સદા શીખતા અને શીખવતા એ સતત ભમતા ને ભમતા રહ્યા અને ધીમે ધીમે પોતાને ભારતનો અંતરાત્મા, એની એકતા અને એનું ભાવિ બનાવતા ગયા. દરેક સ્થળે એ લોકો સાથે ભળતા. એક દિવસ દલિતની ઝૂંપડીમાં અને બીજે દિવસ મહારાજાઓના અને દીવાનોના મહેલોમાં તો અન્ય વેળા રૂઢિચુસ્ત પંડિત સાથે તો બીજીવાર કોઈ પ્રોફેસરોને ઘેર કે એમની ક્લબોમાં પંડિતો પાસેના જ્ઞાનથી પરિચિત હતા, એટલા જ પરિચિત લોકજીવનને નિયંત્રિત કરનાર ઔદ્યોગિક કે કૃષિ અર્થશાસ્ત્રથી પણ હતા. બધા પ્રકારના લોકોનાં સુખદુ:ખ, આશાનિરાશાઓ, આદર્શો ને આકાંક્ષાઓ એમની સન્મુખે આવ્યાં. વર્તમાનનો કરુણ ચહેરો એમને દેખાણો. મનુષ્યજાતમાં તરફડતા પરમાત્મા, ભારતના લોકોનો સહાય માટેનો આર્તનાદ અને સહાય માટેની જગતની અપીલ એમને સંભળાઈ. એક વાર એમના વિશે શ્રીરામકૃષ્ણે ભવિષ્ય ભાખ્યું હતું, ‘જે દિવસે નરેન્દ્ર દુ:ખ અને યાતનાનું દર્શન કરશે તે દહાડે એના ચારિત્ર્યનું અભિમાન પીગળી જઈ અનંત અનુકંપાનું રૂપ લેશે.’ ગરીબાઈ અને અજ્ઞાન તળે કચડાતી પ્રજાનાં જીવન અને પ્રશ્નોનો જ સ્વામીજીએ અભ્યાસ કર્યો, એટલું નહિ પણ પશ્ચિમના ભપકાનું આંધળું અનુકરણ કરતાં ધનિકો અને ભણેલાઓની ભૌતિક મૂર્છા પણ તેમણે જોઈ હતી.

પોતાના અલ્પ સામાન અને રાજવી પ્રતિભા સાથે દિલ્હી આવ્યા; યુગો સુધી હિન્દુ અને મોગલ રાજવીઓના એ પાટનગરે અસંખ્ય ઐતિહાસિક ઘટનાઓ નિહાળી હતી. રાજાઓના મહેલો અને એમની કબરો, ત્યક્ત પાટનગરોનાં સ્થાનો, શાહી મહત્તાનાં ખંડેરો દિલ્હીને ભારતનું પ્રાચીન રોમ બનાવે છે. એનું વાતાવરણ જ શાહી છે. બટકાં ભરતી શિયાળુ હવા, સ્થાનની ભવ્યતા, એનો ઉમદા ઇતિહાસ, આ સર્વેએ એમને શારીરિક તથા આઘ્યાત્મિક સ્ફૂર્તિ બક્ષી. દિલ્હીમાં બધે ફરીને એમણે બધું જોયું. રાજાઓની અને શહેનશાહોની મહત્તાનાં ખંડેરો જોઈને સર્વ માનવ મહત્તાની ક્ષણભંગુરતાનું ભાન આ યુવાન સાધુને થયું અને તે સાથે ‘તે આવતો નથી તે જતો નથી’ તેવા આત્માનાં નિત્યત્વ અને મહત્ત્વનાં દર્શન પણ એમને થયાં. સાથોસાથ એમનામાં રહેલા ઇતિહાસકારને ભારતીય પ્રજાની મહાન, સમન્વિત સંસ્કૃતિની અમરકીર્તિ પણ દેખાઈ.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda