Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

બાળપણ અને યુવાની

ભુવનેશ્વરીદેવી

રામાયણ અને મહાભારત એ મહાકાવ્યોની વાર્તાઓ નરેન્દ્રનાથે પોતાની માતા પાસેથી સાંભળી હતી અને ત્યાંથી જ ભારતનાં દેવદેવીઓની કીર્તિથી અને સંતોની મહત્તાથી એ પરિચિત થયા હતા. ‘ભારતીય નારીના આદર્શો’ વિષય પરના સ્વામીજીના  બોસ્ટનના એક વ્યાખ્યાનનો ઉલ્લેખ કરતાં સ્વામીજીનાં એક પાશ્ચાત્ય શિષ્યા શ્રીમતી ઓલે બુલે લખ્યું છે : ‘વેદો અને સંસ્કૃત સાહિત્યમાંથી આ આદર્શો આપ્યા પછી પોતાના નિ:સ્વાર્થ પ્રેમ અને વિશુદ્ધ જીવનથી એમની માતાએ પોતાને આ સાધુજીવન પસંદ કરવા માટેની ભૂમિકા કેવી રીતે પૂરી પાડી તે વિશે કહી તેમણે પોતાની માતાને અંજલિ આપી હતી.’ એમની માતાએ એમને શીખવ્યું હતું : ‘આખી જિંદગી પવિત્ર રહેજે, તારા સ્વમાનનું રક્ષણ કરજે અને બીજાના સ્વમાનને ઉલ્લંઘતો નહીં. ખૂબ શાંતિ ધારણ કરજે પણ, જરૂર પડ્યે તારું હૈયું કઠણ પણ કરજે.’ પોતાના આખા જીવન દરમિયાન નરેન્દ્રનાથે પોતાની માતા પ્રત્યે સાચા હૃદયનો પ્રેમ સેવ્યો હતો અને એમની શીખને સદા યાદ રાખી હતી. તેઓ કહેતા : ‘જે પોતાની માતાને પૂર્ણપણે પ્રેમ ન કરી શકે તે કદી મહાન બની શકે નહીં.’ 

 
સ્વામીજીનું પૈતૃક ગૃહ

એમના પિતા વિશ્વનાથ દત્ત કોલકાતા હાઈકોર્ટમાં વકીલ હતા. બૌદ્ધિક મંડળોમાં એ પ્રતિષ્ઠિત હતા અને ગરીબો પ્રત્યે ખૂબ સહાનુભૂતિવાળા તથા ઉદારતામાં અતિરેકવાળા હોવા છતાં ધાર્મિક અને સામાજિક બાબતોમાં એ બુદ્ધિવાદી અને પ્રગતિવાદી હતા. એમને સંગીત પ્રત્યે અત્યંત પ્રેમ હતો અને એમનો પોતાનો કંઠ પણ સુમધુર હતો. નરેનને સંગીતનો અભ્યાસ કરાવવાનો એમનો જ ખાસ આગ્રહ હતો, કારણ કે સંગીતને તેઓ નિર્દોષ આનંદનું એક સાધન ગણતા. બાળકોને જીવનની તાલીમ આપવામાં તેઓ ખૂબ કાળજી રાખતા. પોતાનાં બાળકો નિર્ભય, સ્વમાની અને મૌલિક બુદ્ઘિપ્રતિભાવાળાં બને એ રીતે તેઓ બાળકોની સાથે વર્તતા. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું, પણ લાડમાં સૌ એને ‘નરેન’ કહેતા. એમને હરમોહિની અને સ્વર્ણમયી નામની બે મોટી બહેનો હતી. નરેન્દ્રના જન્મ પછી છ વર્ષ બાદ એમના નાના ભાઈ મહેન્દ્રનાથ દત્તનો જન્મ થયો હતો. પછીથી એ ફિલસુફ, ચિંતક અને કેટલાંક પુસ્તકોના લેખક બન્યા હતા. એક બીજો ભાઈ ભૂપેન્દ્રનાથ પણ પછીથી જન્મ્યો હતો. એ માકર્સવાદી વિચારધારા ધરાવતો ક્રાંતિકારી બન્યો હતો.

જે વિશાળ ઘરમાં સ્વામીજીનો જન્મ થયો હતો તે એમના પ્રપિતામહ રામમોહન દત્તે ૩૦૦ વર્ષ પૂર્વે બાંઘ્યું હતું. કોલકાતાના ઉત્તર ભાગમાં, સિમલાપલ્લી વિસ્તારમાં એ આવેલું હતું. આ પૈતૃક ગૃહનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે અને એમાં ‘રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદનું પૈતૃક ગૃહ અને સાંસ્કૃતિક કેન્દ્ર’નામે એક કેન્દ્ર બન્યું છે. પોતાના શૈશવથી જ પોતાની ભાવિ મહત્તાનાં અચૂક ચિહ્નો નરેન દર્શાવવા લાગ્યો હતો. એ સૂવા જતો ત્યારે પોતાનાં ભવાં વચ્ચે એને એક જયોતિનાં દર્શન થતાં અને એ જયોતિ વધારે ને વધારે વિસ્તૃત થઈને એના આખા દેહને આવરી લેતો અને ધીમે ધીમે એને ગાઢ નિદ્રામાં સુવાડી દેતો. કોઈક વાર એ ઘ્યાનની રમત રમતો અને એવો એકચિત્ત થઈ જતો કે પોતાનું સઘળું બાહ્યા ભાન એ ગુમાવી બેસતો. પછી આવનારાં વર્ષોમાં આખા જગતને હલાવવાની આઘ્યાત્મિક શક્તિ પ્રગટ કરનાર નરેન્દ્રનાથ આ નાની વયે પણ એ મહત્તાની ભાવના અનુભવતા અને પોતાની જાતને બીજા કોઈને પણ વશ થવા દેતા નહીં.

 
સ્વામીજીનું પૈતૃક ગૃહ (હાલનું દૃશ્ય)

યુવાન વયે નરેન્દ્રનાથની સિંહસમી દેહકાંતિની બરોબરી એમની હિંમત કરતી. એનો બાંધો કસરતબાજનો હતો, એમનો અવાજ મધુર હતો અને એમની મેધા તેજસ્વી હતી. ખેલકૂદના અને સંગીતનાં ક્ષેત્રોમાં એમણે નામ કાઢ્યું હતું અને પોતાના સમવયસ્કોના એ નિર્વિવાદ નેતા હતા. સત્યનિષ્ઠા એ તેમના જીવનનો પાયો હતો. જૂઠા બોલા અને અપ્રામાણિક છોકરાઓની સોબત નરેનને બિલકુલ ગમતી ન હતી. તેઓ હંમેશાં સાચા અને પ્રામાણિક મિત્રોનો જ સાથ શોધતા હતા. એવા મિત્રોની વચ્ચે જ તેમને આનંદ આવતો. નરેનના ચારિત્ર્યનું સૌથી વિશેષ નોંધપાત્ર લક્ષણ હતું એમની પવિત્રતા. અન્ય કોઈપણ યુવાનની જેમ અનિષ્ટ વસ્તુઓનો પ્રભાવ એમના ઉપર પણ પડ્યો હતો અને ખોટાં સાહસો કરવાની તકો પણ એમની સામે હતી; પરંતુ આ બાબતમાં એમની માતાની અસરે એમને બચાવી લીધા. એ માતાએ જ આખા કુટુંબના જીવનમાં પવિત્રતાનાં બીજ રોપ્યાં હતાં. 

asdas
 


કોલેજમાં તેમણે પાશ્ર્ચાત્ય ચિંતનનો અભ્યાસ અને એનું પાન કર્યાં અને એને લઈને એમનામાં ઊંડી ખોજ માટેની તર્કપૂત વૃત્તિ જાગી. એક તરફ આઘ્યાત્મિકતા ભણીના એમના જન્મજાત વલણ અને પ્રાચીન ધર્મપરંપરાઓ પ્રત્યે આદર અને બીજી તરફ એમનાં તર્કપૂત મન અને તીવ્રમેધા વચ્ચે હવે સામસામા મોરચા મંડાયા. આ વિકટ સંજોગોમાં એ પ્રખ્યાત ધાર્મિક નેતાઓને મળ્યા, પરંતુ ઈશ્વરના અસ્તિત્વ વિશે એમની પાસેથી ધરપત થાય તેવો જવાબ મેળવી શક્યા નહીં. આથી એમની આઘ્યાત્મિક બેચેની વધી ગઈ. રાતે ઊંઘતાં પહેલાં દેખાતાં બે દર્શનો એમને પીડવા લાગ્યાં. એકમાં એ પોતાની જાતને ‘અખૂટ સમૃદ્ધિના સ્વામી, અસંખ્ય નોકરચાકરો અને આશ્રિતોવાળા, ઊંચો મોભો અને પ્રતિષ્ઠાવાળા તથા ખૂબ ભપકા અને શક્તિવાળા’જોવા લાગ્યા. અને બીજામાં પોતાની જાતને પૂર્ણ ત્યાગી સંન્યાસી તરીકે એકલા ભ્રમણ કરતા અને ઈશ્વર પર જ અવલંબિત રહેતા જોવા લાગ્યા. પણ આ બીજું દર્શન એમના ચિત્તનો કબજો લઈ લેતું અને આવા કીર્તિભર્યા જીવનના સુખના વિચારમાંથી એમનું ચિત્ત પ્રભુઘ્યાનમાં લીન થતું અને પછી એ ઊંઘી જતા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda