Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Safaltana Sopano

ભાગ્ય

૧.તમારા ભાગ્ય વિધાતા તમે જ છો. તમારી જાતને દુ:ખી કરનાર તમે જ છો. શુભ-અશુભના કરનાર તમે જ છો. તમે જ તમારી આંખો આડા હાથ દઈને બૂમો મારો છો કે અંધારું છે, અંધારું છે. આંખ આડેથી હાથ ખસેડી લો અને પ્રકાશને જુઓ; તમે પોતે જ્યોતિર્મય છો, પ્રથમથી જ તમે સંપૂર્ણ છો.

૨.ખડા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શિરે ઓઢી લો. અને સમજો કે તમારા નસીબના ઘડનારા તમે પોતે જ છો. જે કંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે; માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો.

૩.તમે પોતે જ તમારો ઉદ્ધાર કરો. મિત્ર ! બીજું કોઈ તમને મદદ નહિ કરી શકે. કારણ તમે જ તમારા મહાન શત્રુ છો અને તમે જ તમારા મહાન મિત્ર પણ છો.

૪.ઊભો થા અને યુદ્ધ કર! એક ડગલું પણ પીછેહઠ ન કરીશ. એ જ મુદ્દો છે.. છેલ્લે સુધી લડત ચાલુ રાખ; પરિણામ ગમે તે આવે, તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે ! સમગ્રજગત ભલે આપણી સામે ઊભું થાય ! મૃત્યુ એ માત્ર વેશબદલો છે, એમાં શું ! માટે યુદ્ધ કર ! નામર્દ થવાથી તને કંઈ મળશે નહિ.. પીછેહઠ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહિ શકે... સામી છાતીએ લડીને મરો... ઊઠ, જાગ! ઊભો થા અને યુદ્ઘ કર !

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda