Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Agnimantra

સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્ર - ૨

*  એકમાત્ર ઈશ્વર જ સત્ય છે, એકમાત્ર આત્મા જ સત્ય છે અને એકમાત્ર ધર્મ જ સત્ય છે.
* સત્ય પવિત્રતા છે, સત્ય સર્વજ્ઞાનનો ભંડાર છે.
* સત્ય બળવાન બનાવનારું, દિવ્ય પ્રકાશ આપનારું અને ઓજસ્ આપનારું હોવું જોઈએ.
* સત્ય પ્રાચીન કે અર્વાચીન સમાજ સામે ઝૂકતું નથી. સમાજે જ સત્ય સામે ઝૂકવું પડશે કે મરી ફીટવું પડશે.
* દુનિયાદારીને દૂર રાખીને સત્યની વેદી પર નિર્ભયતાથી તેની ઉપાસના કરનારને જ સત્ય સાંપડે છે.
* આદર્શને નીચો રાખીને આપણે આપણી દુર્બળતાનું સમર્થન ન કરવું જોઈએ.
* જ્ઞાનલાભ માટે શાસ્ત્રોનું અઘ્યયન ખૂબ આવશ્યક છે.
* જેના હૃદયના ગ્રંથ ખૂલી ગયા છે એને કોઈ ગ્રંથની આવશ્યકતા રહેતી નથી.
* આઘ્યાત્મિક જ્ઞાન એવું જ્ઞાન છે કે જે આપણા જીવનનાં બધાં દુ:ખ કષ્ટોને કાયમને માટે હરી લે છે.
* આ દુનિયામાં જ્ઞાનદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે.
* વેદનો અર્થ છે, અનાદિ સત્યોનો સમૂહ.
* આર્યોની બધી વિદ્યાનાં બીજ વેદમાં વિદ્યમાન છે.
* વેદાન્ત બધા ધર્મોનો બૌદ્ધિક સાર છે.
* વેદાન્ત જગતનો છેદ ઉડાડી દેતું નથી પરંતુ તે તો તેની વ્યાખ્યા કરે છે, સમજણ આપે છે.
*  વેદાન્તમાં વૈરાગ્યનો અર્થ છે : જગતને બ્રહ્મ રૂપે જોવું.
*  વેદાંતનું પ્રતિપાદ્ય છે ‘વિશ્વનું ઐક્ય’, માત્ર વિશ્વબંધુત્વ નહીં.
*  ઉપનિષદ જ્ઞાનનો સાગર છે. વિશ્વમાં એના જેવું અપૂર્વ કાવ્ય બીજું કોઈ નથી.
* મુક્તિ - શારીરિક મુક્તિ, માનસિક મુક્તિ, આઘ્યાત્મિક મુક્તિ એ જ ઉપનિષદોના સાંકેતિક શબ્દ છે.
*  ઉપનિષદોનું પ્રત્યેક પૃષ્ઠ મને શક્તિનો સંદેશ આપે છે.
*  ગીતા એક સુંદર પુષ્પમાળા કે ચૂંટેલાં સર્વોત્તમ પુષ્પોના એક પુષ્પગુચ્છ સમાન છે.
*  મહાભારત ભારતીય ઈતિહાસનો અમૂલ્ય ગ્રંથ છે.
*  સર્વશ્રેષ્ઠ મહાપુરુષ શાંત-મૌન-મૂક અને અજ્ઞાત હોય છે.
*  દરેક મહાપુરુષનું જીવન જ એમના ઉપદેશોનું એકમાત્ર ભાષ્ય છે.
*  આજે પણ આ ભયંકર ભોગ-લાલસાપૂર્ણ સંસાર આવા મહાપુરુષો વિનાનો વાંઝિયો નથી.
*  કૃષ્ણના પ્રાચીન સંદેશમાં આપણને બે સર્વોપરિ વિચાર મળે છે: પહેલો છે વિભિન્ન વિચારોનું સામંજસ્ય-સમન્વય અને બીજો છે અનાસક્તિ.
*  જે દૃષ્ટિએ જુઓ તે દૃષ્ટિએ શ્રીકૃષ્ણનું ચારિત્ર્ય સર્વાંગસંપૂર્ણ જણાશે.
*  બુદ્ધ સમતાના મહાન ઉપદેશક હતા.
*  શ્રીરામકૃષ્ણ પરમહંસનું અઘ્યયન કર્યા વિના વેદ-વેદાન્ત, ભાગવત અને અન્ય પુરાણોને સમજવાં અસંભવ છે.
*  ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જ્ઞાન, પ્રેમ, ત્યાગ, ઉદારતા અને માનવજાતની સેવાની એક પૂર્ણ ઘનીભૂત મૂર્તિ હતા.
*  પ્રત્યેક વ્યક્તિના ઉચ્ચતમ આદર્શને જ ઈશ્વર કહે છે.
*  ઈશ્વર, પ્રકૃતિ, આત્મા, વિશ્વ - આ બધા પર્યાયવાચી શબ્દ છે.
*  ઈશ્વર જગતની બહાર નથી પરંતુ તે તો તેની અંદર જ છે.
*  માત્ર ઈશ્વર જ શાશ્વત છે, બાકી બીજું બધું નશ્વર છે.
*  દિવસ-રાત ઈશ્વરનું જ રટણ-ચિંતન કરો. જેમ બને તેમ બીજા વિષયોનું ચિંતન છોડી દો.
*  સર્વદા ૐકારનો જપ જ યથાર્થ ઉપાસના છે.
*  કોઈની નિંદા ન કરો. જો દુ:ખ-વિપત્તિ આવે તો માની લો કે ઈશ્વર તમારી સાથે ખેલ-લીલા કરે છે અને એમ સમજીને-માનીને દુ:ખમાં પણ પરમ સુખી બનો.
*  હૃદયની પવિત્રતાથી જ ઈશ્વરદર્શન થશે.
*  મન, વાણી અને કર્મથી પવિત્ર બનો.
*  જો તમે પવિત્ર હશો અને જો તમે બળવાન હશો તો તમે એકલા જ સમગ્ર વિશ્વની સામે ઊભા રહી શકશો.
*  પવિત્રતા, ધૈર્ય અને ખંત આ ત્રણ સફળતાનું રહસ્ય છે પણ પ્રેમ તેમાં સર્વોપરિ છે.
*  તમે તમારી ભીતર આઘ્યાત્મિક જ્યોતિ જલાવો. પાપ અને અપવિત્રતાનું અંધારું એની મેળે દૂર થઈ જશે.
*  જગતમાં પવિત્ર ચિંતનનું એક ઝરણું વહાવી દો.
*  આ જગતમાં પ્રત્યેક મનુષ્યને કર્મ તો કરવું જ પડશે. કર્મની સાથે દોષ તો અવશ્ય જોડાયેલ રહે છે.
*  ક્લેશ આસક્તિથી ઉત્પન્ન થાય છે, કર્મથી નહિ.
*  કાર્યક્ષેત્રથી પલાયનવૃત્તિ રાખવી એ શાંતિનો પથ નથી.
*  જે કંઈ કરો છો એને તત્કાલ માટે પોતાની પૂજા જ માની લો.
*  જેટલા પ્રમાણમાં આપણે શાંત અને મૂક બની રહીએ તેટલું આપણા માટે વધારે સારું છે અને એ પ્રમાણમાં વધુ ને વધુ સારું કાર્ય આપણે કરી શકીશું.
*  મુક્ત મને કાર્ય કરો, પ્રેમપૂર્વક કાર્ય કરો. મુક્તિ વિના પ્રેમ સાંપડતો નથી. ગુલામને સાચો પ્રેમ મળતો નથી.
*  પ્રેમ સાથે કરેલું પ્રત્યેક કર્મ આનંદદાયી હોય છે.
*  કર્મ કરો પણ ફળ તો ઈશ્વરને સમર્પિત કરો.
*  હું માત્ર પ્રેમ અને એકમાત્ર પ્રેમનું શિક્ષણ આપું છું. પ્રેમ જ પ્રભુ છે.
*  ઊઠો અને પ્રેમરૂપી પ્રભુની શોધના કરો.
*  પ્રેમનો પ્યાલો પીને પાગલ-મસ્ત બનો.
*  પ્રેમ એક ત્યાગ છે. તે ક્યારેય કંઈ લેતો નથી પણ સદૈવ આપતો રહે છે.
*  પ્રેમ સદૈવ આનંદની અભિવ્યક્તિ છે. એના પર દુ:ખનો થોડોય પડછાયો હંમેશા દેહપરાયણતા અને સ્વાર્થભાવનાની નિશાની છે.
*  આત્મા સિવાય કોઈના પર પ્રેમ-પ્રીતિ રાખવાનું ફળ શોક અને દુ:ખ છે.
*  પ્રભુનામ જપમાં ચમત્કારિક શક્તિ છે.
*  સુષુપ્ત શક્તિ પ્રાર્થના દ્વારા સરળતાથી જાગી ઊઠે છે.
*  શબ્દ આવશ્યક નથી. મૌન-મૂક પ્રાર્થના શ્રેષ્ઠતર છે.
*  જ્ઞાન અને પ્રકાશ માટે પ્રાર્થના કરો. બાકીની બીજી બધી પ્રાર્થના સ્વાર્થ ભરેલી છે.
*  યોગ એટલે - મનુષ્ય અને ઈશ્વરને જોડવાની પદ્ધતિ.
*  જો તમે વધારે વાતો કરતા હો તો તમે યોગી નહીં બની શકો.
*  કોઈ વિષય પર મનને એકાગ્ર કરવાનું નામ જ ઘ્યાન.
*  ઘ્યાન-આઘ્યાત્મિક જીવનમાં સૌથી મોટું સહાયકબળ છે.
*  જે પવિત્ર વસ્તુ તમને સારી લાગે તેનું ઘ્યાન કરો.
*  વિશ્વમાં કેવળ એક આત્મ-તત્ત્વ છે. બાકી બીજું બધું તેની અભિવ્યક્તિ છે.
*  દરેક બિંદુએ પોતાનામાં સિન્ધુને છુપાવ્યો છે.
*  આત્મા જ જીવનનું વાસ્તવિક સ્વરૂપ છે.
*  માનવ-આત્મા શુદ્ધ-સ્વભાવવાળો અને સર્વજ્ઞ છે.
*  આત્મા જન્મ અને મૃત્યુથી પર છે.
*  આત્મા બંધન અને મુક્તિ એ બંનેથી પર છે.
*  સંપૂર્ણ પ્રકૃતિ એ પુસ્તક છે જેનું આત્મા અઘ્યયન કરે છે.
*  પ્રકૃતિની આ બધી પરિવર્તન-ક્રિયાઓ આત્માના વિકાસ માટે છે.
*  હંમેશા ભીતર જ જુઓ, બહાર ક્યારેય ન જુઓ.
*  તમે જડ નથી, શરીર નથી, જડ તો તમારો દાસ છે.
*  સાક્ષી બનો. પ્રતિક્રિયા કરવાનું ન શીખો.
*  જે સાક્ષી સ્વરૂપ છે તે જ આનંદ પ્રાપ્ત કરી શકે, બીજો નહીં.
*  તમે જન્મજાત અધિકારથી સ્વરૂપત: ઈશ્વર જ છો.
*  સ્વયં ઈશ્વર જ તમારું પ્રતિબિંબ કે પ્રતિમાસ્વરૂપ છે.
*  તમારી પાછળ છે શાંતિ અને આનંદનો અસીમ સાગર.
*  ઊઠો, જાગો અને ભીતરના દેવત્વની અભિવ્યક્તિ કરો.
*  સદૈવ સત્ અને અસતનો વિચાર કરો.
*  પુન: પુન: કહો : ‘હું આત્મા છું, હું આત્મા છું.’ બાકીનુ બીજું બધું ઊડી જવા દો.
*  હું સત્ -ચિત્-આનંદ છું. હું શાંત દેદીપ્યમાન અને અપરિવર્તનશીલ છું.
*  ‘મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી, હું નિર્લેપ આત્મા છું.’ એવી ધારણામાં સાવ તન્મય થઈ જાઓ.
*  દિન-રાત પોતાની જાતને આ જ કહેતા રહો : ‘સોહમ્, સોહમ્’.
*  અન્યનું ભલું કરવું એ આત્મવિકાસનો એક ઉપાય છે.
*  અન્યના ભલાથી આપણું જ ભલું થાય છે.
*  જીવસેવાથી ચડિયાતો બીજો કોઈ ધર્મ નથી.
*  કલિયુગમાં દાન જ એકમાત્ર કર્મ છે.
*  જેમ ગુલાબ પોતાના સ્વભાવથી જ સુગંધ ફેલાવ્યા કરે છે તેમ તમે પણ દાન કરો.
*  હાથ એટલા માટે આપ્યા છે કે તમે સદા આપતા રહો.
*  વિદ્યા, બુદ્ધિ, ધન, જન, બળ, વિક્રમ-વિજય-જે કંઈ પ્રકૃતિ આપણી સમક્ષ ધરે છે તે ફરીથી વિતરણ કરવા માટે જ આપે છે.
*  બધું સમર્પિત કરો પણ બદલામાં કંઈ ન ઇચ્છો.
*  બીજાને આપીને ભૂખથી તમે મરી જાઓ તો તે જ ક્ષણે-ક્ષણવારમાં તમે મુક્ત બની જશો.
*  લેવાવાળો ધન્ય નથી, ધન્ય તો છે દેવાવાળો.
*  જ્ઞાનદાન જ સર્વશ્રેષ્ઠ દાન છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda