Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Shri Ma Saradadevi

શ્રીમા સારદાદેવી

શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્ય લીલા-સહધર્મિણી શ્રીમા સારદામણિ દેવી એમના અસંખ્ય ભક્તોમાં ‘શ્રીમા’ તરીકે જાણીતાં છે. પશ્ર્ચિમ બંગાળના બાંકુડા જિલ્લાના તદ્દન અજાણ્યા જયરામવાટી નામના એક નાનકડા ગામડામાં ૨૨મી ડિસેમ્બર, ૧૮૫૩ના શુભ દિવસે ગરીબ પણ પવિત્ર બ્રાહ્મણ માતાપિતાને ઘેર શ્રીમાએ જન્મ ધારણ કર્યો. ગામડાના એ સાદા વાતાવરણમાં તેઓ ઊછર્યાં હતાં. માત્ર છ વર્ષની નાની ઉંમરે શ્રીરામકૃષ્ણ સાથે એમનાં લગ્ન થયાં હતાં. શ્રીરામકૃષ્ણના દિવ્ય જીવનમાં અનેક અલૌકિક તત્ત્વ રહેલાં છે, તેમ તેમનાં વિવાહ પણ અલૌકિક હતાં. લગ્ન પછી લાંબે સમયે, લગભગ ઈ.સ. ૧૮૬૭માં શ્રીમાને શ્રીરામકૃષ્ણના ગાઢ પરિચયમાં આવવાની તક સાંપડી હતી. શ્રીરામકૃષ્ણદેવે તેમના પ્રત્યે જરાપણ બેદરકારી દાખવી ન હતી. પરંતુ ઊલટું તેમને પોતાનાં શિષ્યા તરીકે સ્વીકારીને તેમણે ધીમે ધીમે પ્રેમપૂર્વક શ્રી સારદાદેવીને માનવ સ્વભાવનું ઊંડું જ્ઞાન આપ્યું હતું, તેમજ ઈશ્વરમાં પૂરી શરણાગતિનો ભાવ ધારણ કરીને જીવવાનું શીખવ્યું હતું. તેમણે તેમની આદ્યાશક્તિ પરમા પ્રકૃતિ તરીકે અક્ષરશ: પૂજા કરી હતી. તથા ‘તમારામાં અને મંદિરનાં મા કાલીમાં જરા પણ ભેદભાવ નથી’ એમ કહીને તેમણે શ્રીમા સારદાદેવીમાં જગન્માતૃત્વની ભાવના જાગ્રત કરી હતી. તેમનું સાદું, કઠિન, તપસ્યામય જીવન, આત્મવિલોપન, સર્વ પ્રત્યે વરસતું માતૃવાત્સલ્ય - આ બધું ખરેખર આશ્ર્ચર્યજનક છે, અનુપમ છે. તેમનું જીવન એટલે પ્રાર્થનાની અવિરામ પ્રશાંતિ, ભક્તિની અનન્ય એકનિષ્ઠા. અનન્ય પ્રેમના પૂરમાં સૌને એકાકાર કરતા એમના વાત્સલ્યને લીધે સંસારવ્યવહારની ઉપાધિઓ અને ચિંતાઓથી છૂટવા માટે શાશ્વત શાંતિ ઝંખતાં, તેમનાં શ્રીચરણનો આશ્રય લેતાં બધાં દુ:ખી જીવોનાં શ્રીમા વિશ્રામસ્થાન હતાં. સમયે-કસમયે પોતાનાં વ્યાકુળ અંતરના અસહ્ય શોકતાપનો ભાર હળવો કરવા જે નરનારીઓ શ્રીમા પાસે આવતાં તેમને માતાજીનાં શાશ્વત આશીર્વાદ તથા કરુણાસભર અને બોધદાયક અમૃતવાણીનો લાભ મળતો અને તેને લીધે તેમનો અંતરનો સંતાપ કાયમને માટે શાંત થઈ જતો. શ્રીમાનું જીવનચરિત્ર જ્ઞાન, ભક્તિ અને કર્મના પૂર્ણ આદર્શોના સુભગ સમન્વય સમું છે. આવો અદ્ભુત સુમેળ જગતમાં બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળે. સરળતા, સાદાઈ, પવિત્રતા, ઈશ્વરપરાયણ અને સ્વાર્પણથી ભરેલા તેમના જીવનચરિત્રમાંથી આધુનિક હિન્દુને ભારતની સંસ્કૃતિ દ્વારા પ્રદર્શિત નારીત્વના પરિપૂર્ણ આદર્શનો આવિર્ભાવ જોવા મળે છે.

તેમનામાં એકીસાથે પ્રગટ થયેલાં, પતિપરાયણ પત્ની, સંપૂર્ણ સંન્યાસિની, કરુણાશીલ સંતાન-વત્સલ માતા અને આદર્શ ગુરુ વગેરે વિવિધ રૂપ દ્વારા તેઓ અસામાન્ય હતાં. ભારતીય નારીત્વના આદર્શના વિષયમાં તેઓ ખરેખર ‘શ્રીરામકૃષ્ણદેવના આખરી નિર્ણયરૂપ’ હતાં. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી એમનાં આધ્યાત્મિક બાળકોની સંભાળ રાખવાની જવાબદારી સ્વયં શ્રીમાએ જાતે જ સ્વેચ્છાથી સ્વીકારી લીધી હતી અને તેમની આસપાસ કેન્દ્રિત થઈને ધીમે ધીમે એ મહાન શ્રીરામકૃષ્ણ સંઘે ભવ્ય વિકાસ સાધ્યો. કોલકાતામાં ઈ.સ. ૧૯૨૦ની ૨૦ જુલાઈએ શ્રીમા સારદાદેવીએ મહાસમાધિમાં પ્રવેશ કર્યો.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda