Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Shri Ramakrishna

સર્વધર્મ સમન્વય

૧. ‘બધા માર્ગોથી ઈશ્વર પાસે પહોંચી શકાય, બધા ધર્મો સાચા. મૂળ વસ્તુ છે અગાસીએ ચડવું એ. તે તમે પાકાં પગથિયાં પર થઈને ચડી શકો, લાકડાના દાદરાથી પણ ચડી શકાય, વાંસની નિસરણી વડે પણ ચડી શકાય અને દોરડું પકડીનેય ચડી શકાય, તેમ એક વગર છોલેલા વાંસ વડેય ચડી શકો.’

૨. ઈશ્વરનાં નામરૂપ અનંત છે અને એમાંથી કોઈ પણ નામરૂપથી એને પકડી શકાય છે. ગમે તે નામરૂપે તમે એની ઉપાસના કરો, એના દ્વારા તમે એને જ પામશો.

૩. ‘સાંભળો, મેં માની પાસે શુદ્ધ ભક્તિ માગી હતી. માને કહ્યું ‘આ લો તમારો ધર્મ, આ લો તમારો અધર્મ; મને શુદ્ધ ભક્તિ આપો. આ લો તમારું પવિત્ર, આ લો તમારું અપવિત્ર; મને શુદ્ધ ભક્તિ આપો. મા, આ લો તમારું પાપ, આ લો તમારું પુણ્ય, મને શુદ્ધ ભક્તિ આપો.’ બધા પંથને નમસ્કાર કરવા. તે પણ એક છે નિષ્ઠા - ભક્તિ. સૌને પ્રણામ કરવા ભલે, પરંતુ એકની ઉપર પ્રાણ પાથરી દેવા જેવો પ્રેમ એનું નામ નિષ્ઠા.

૪. અજ્ઞાનને લઈને સામાન્યજનને પોતાનો ધર્મ શ્રેષ્ઠ લાગે છે અને એને માટે બહુ બરાડા પાડે છે. પરંતુ એના ચિત્તમાં સત્યજ્ઞાનનો પ્રકાશ રેલાતાં બધા સાંપ્રદાયિક ઝઘડા દૂર થાય છે.

૫. ‘સ્ત્રી જે પોતાના સ્વામીની સેવા કરે એ ય નિષ્ઠા - ભક્તિ. દિયર, જેઠ, સસરા વગેરેને જમાડે, પગ ધોવાનું પાણી આપે વગેરે બધી સેવા કરે, પરંતુ સ્વામીની સાથે જુદો જ સંબંધ, એવી રીતે પોતાના ધર્મમાંય નિષ્ઠા હોઈ શકે. પણ એટલે કાંઈ બીજા ધર્મની ઘૃણા કરવી એમ નહિ. તેમની સાથે મીઠો વહેવાર રાખવો.’

૬. ‘આપણામાં બાળક જેવી તત્પરતા હોવી જોઈએ. તમે ગમે તે પંથના હો - હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, શાક્ત, વૈષ્ણવ કે બ્રાહ્મ ગમે તે હો, પરંતુ ખરો મુદૃો આ છે. ઈશ્વર તો અંતર્યામી છે. એટલે તમારાથી કદાચ ખોટો માર્ગ લેવાઈ જાય તો પણ ભયનું કારણ નથી; મુદૃો એટલો જ છે કે તમારામાં સચ્ચાઈ હોવી જોઈએ. જો એ હશે તો ઈશ્વર પોતે જ તમને ખરો માર્ગ બતાવશે.’

૭. ‘દરેક માર્ગમાં કંઈક દોષો તો હોય. દરેક જણ માને છે કે પોતાની ઘડિયાળ સાચી છે, પરંતુ જોવા બેસો તો કોઈ પણ બે ઘડિયાળનો સમય બરાબર મળતો નથી. પણ તેથી કંઈ માણસનું કાર્ય અટકી રહેતું નથી. અંતરમાં વ્યાકુળતા હોય તો સાધુનો સમાગમ થઈ જાય, અને મનુષ્ય એ પ્રમાણે પોતાની ઘડિયાળને સરખી કરી શકે.’

૮. તમે પેલી કાકીડાની વાત તો સાંભળી છે ને ? એક જણે શૌચ જતી વખતે એક ઝાડ ઉપર એક કાકીડો જોયો. તેણે આવીને પોતાના બીજા ભાઈબંધોને કહ્યું કે હું એક લાલ કાકીડો જોઈ આવ્યો. તેની ખાતરી હતી કે એ બરાબર લાલ છે. બીજો એક જણ એ જ ઝાડ નીચે બેસીને આવીને કહે છે કે મેં એક લીલા રંગનો કાકીડો જોયો. તેની પણ ખાતરી હતી કે તે બરાબર લીલો છે. પરંતુ જે માણસ એ ઝાડની નીચે હંમેશાં રહેતો હતો તેણે આવીને કહ્યું કે તમે જે કહો છો એ બધું બરાબર, કારણકે એ જાનવર ક્યારેક લાલ, ક્યારેક લીલું, ક્યારેક પીળું, તેમજ ક્યારેક તો તેનો કશો રંગ જ હોતો નથી.

૯. ખરેખરો તરસ્યો નદીનું પાણી ગંદું છે માટે એને તજતો નથી અને ચોખ્ખા પાણીનો કૂવો ગાળવા બેસતો નથી. એ જ રીતે જેની આઘ્યાત્મિક પિપાસા જાગી છે, તે હાથવગા ધર્મને તરછોડતો નથી, પછી એ હિન્દુ ધર્મ હોય કે બીજો ધર્મ હોય. તેમજ એ પોતાને માટે નવો ધર્મ ઊભો કરતો નથી. સાચા જિજ્ઞાસુને આવા વિતંડાવાદનો કશો અર્થ નથી.

૧૦. કૂવામાંના દેડકા નહીં થવું. કૂવામાંનો દેડકો કૂવાથી મોટેરું કંઈ જાણતો નથી. ધર્માંધ લોકોનું પણ તેવું જ છે. પોતાના સંપ્રદાય કરતાં સારું તેમને ક્યાંય દેખાતું જ નથી.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda