Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

કન્યાકુમારીઃ ભારતની સમસ્યાનો ઉકેલ

ત્રિવેન્દ્રમથી સ્વામીજી કન્યાકુમારી ગયા. ભારતના એ દક્ષિણતમ બિન્દુએ ત્રણ સાગરોનો સંગમ થાય છે અને હિન્દુઓનું એ તીર્થ છે. ‘કન્યાકુમારી’નું પ્રખ્યાત મંદિર કુમારી રૂપિણી દેવીને સમર્પિત છે. શિશુ માના અંક માટે ઝંખે છે તેમ. સમુદ્રતટના એ મંદિરમાંના માતાજીનું દર્શન કરવા સ્વામીજી આતુર હતા. મંદિરે જઈ એમણે માતૃમૂર્તિને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

પછી દક્ષિણ કિનારાથીયે દક્ષિણે આવેલા એક બેટ પર મગરીથી ખદબદતો સમુદ્ર તરીને સ્વામીજી ગયા અને ત્યાં જઈને ઊંડા ઘ્યાનમાં તેઓ સરી પડ્યા. પોતાના પરિભ્રમણ દરમિયાનના પોતાના અનુભવોનું વિશાળ ફલક એમનાં માનસચક્ષુ સામે તરવા લાગ્યું. ભારતના ભૂત, વર્તમાન અને ભાવિનું એમણે ચિંતવન કર્યું, ભારતના પતનનાં કારણોનું અને એની પુનર્જાગ્રતિના માર્ગોનું પણ એમણે ચિંતવન કર્યું. સદીઓની હારમાળા એમની સામે ખડી થઈ ગઈ. ભારતીય સંસ્કૃતિની વાસ્તવિકતાઓ અને સુષુપ્ત શક્યતાઓનો એમને સાક્ષાત્કાર થયો. સ્થપતિનો નકશો જોઈને નિર્માતાને કોઈ મહાન ભવન દેખાય તેમ એમને સ્થૂળરૂપે અને જીવંતરૂપે ભારતનું દર્શન થયું. ભારતનાં કોટિ લોકોનું જીવનરક્ત ધર્મ છે, એમ એમણે દર્શાવ્યું. પોતાના હૃદયની શાંતિમાં એમને આવિષ્કાર થયો: ‘સર્વોચ્ચ આઘ્યાત્મિકતાની ઉપેક્ષાને લીધે ભારતને સદાકાળને માટે રાષ્ટ્ર અને ધર્મના ક્ષેત્રે વામણું બનાવી દીધું હતું. સર્વોચ્ચ આઘ્યાત્મિક ચેતનાની પુનર્જાગ્રતિ અને પુન:પ્રતિષ્ઠા દ્વારા જ ભારત પુન: પલ્લવિત થશે.’ એમને ભારતની મહત્તાનું દર્શન થયું. ભારતની નિર્બળતાઓ પણ એમણે નિહાળી - મુખ્ય નિર્બળતા ભારતે પોતાની અસ્મિતા ગુમાવી છે તે છે. આર્ષ સંસ્કૃતિનું પુન:કથન એ જ એક માત્ર આશા છે એમ તેમને લાગ્યું. ભારતના પતનનું કારણ ધર્મ ન હતો; પણ સાચા ધર્મનું ક્યાંય પણ આચરણ થતું ન હતું; ધર્મ પ્રમાણે જીવન જીવાય એ સૌથી વધારે પ્રબળ શક્તિ છે.

એકઘ્યાની સંન્યાસીનું સુધારકમાં, રાષ્ટ્ર-ઘડવૈયામાં, વિશ્વ-સ્થપતિમાં પરિવર્તન થઈ ગયું. ભારતની ગરીબાઈને લીધે એમનું હૈયું કરુણાથી અને વ્યથાથી છલકાયું. જે ધર્મમાંથી સામાન્ય જનતાને બાકાત રાખવામાં આવે તે શા કામનો ? એવો એમને વિચાર આવ્યો. સર્વત્ર અને સર્વ કાળે, ભાગ્યે જેને સત્તા સોંપેલ હોય તે પરિબળે રંકો પર જુલમ જ ગુજાર્યો છે તે પણ એમણે જોયું. પુરોહિતોની જોહુકમી, જ્ઞાતિવાદનો ત્રાસ, સમાજના દેહનો એણે કરેલો નિર્દય વિચ્છેદ અને પરિણામે બહુમતિ લોકો ધર્મના વાડાની બહાર ફેંકાઈ જાય- આ બધું સ્વામીજીએ જોયું. અને આ બધાં ભારતની રાષ્ટ્રીય પ્રગતિ આડેના અનુલ્લંઘનીય અવરોધો છે એ પણ સ્વામીજીએ જોયું. ખૂબ સહન કરતા લોકો પ્રત્યેની કરુણા એમના હૈયામાં ધબકવા લાગી. ઊંડી લાગણીથી પ્રેરાઈને સ્વામીજી એમના વિશ્વમાં પ્રવેશવા લાગ્યા. એમની વેદનાના એ ભાગીદાર બન્યા; એમના અપમાનમાં સ્વામીજીને પોતાનું અપમાન દેખાયું. પોતાનું ભાગ્ય એમનાં ભાગ્ય સાથે જોડી દેવા તેઓ તલસવા લાગ્યા. પોતાની જાતને ધર્મરક્ષકો માનનારાઓએ યુગોથી જનતાને કેવી કચડી હતી તે વિચારે એમનો આત્મા વેદનાસભર થઈ ગયો.

પછી પશ્ચિમમાં જઈ ભારતીય પ્રજાના ઉદ્ધાર માટે ભંડોળ એકઠું કરવાનો શકવર્તી નિર્ણય એમણે લીધો. આના બદલામાં યુગોથી ભારતે વારસામાં મેળવેલો અને પોતાના ગુરુ પાસેથી પોતે પ્રાપ્ત કરેલાં મૂલ્યવાન ભારતીય આઘ્યાત્મિક ખજાનો પોતે પશ્ચિમીને આપશે. પોતાના જીવનમાં નવું પ્રકરણ શરૂ કરનાર સાથોસાથ ભારતના ઇતિહાસમાં પણ નવું પ્રકરણ માંડનાર ભારતની સંન્યાસી પરંપરામાં નવી કેડી પાડનાર અને તે સાથે વિશ્વના સાંસ્કૃતિક ઇતિહાસમાં નવું પગલું માંડનાર એક નવું પ્રકરણ પોતાના જીવનમાં આરંભાય છે એમ સ્વામીજીએ પોતાના ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદને લખેલા એક પત્રમાં નિર્દેશ્યું હતું. એમણે લખ્યું હતું : ‘ભગવાને કહ્યું છે,’ ‘ત્વં સ્ત્રી, ત્વં પુમાનસિ ત્વં કુમાર ઉત વા કુમારી’, અને આપણે બરાડા પાડીને કહીએ છીએ, આઘો ખસ, અંત્યજ... ગરીબોની પીડા દૂર કરવામાં નિષ્ફળ જાય અને માનવીઓને દેવો બનાવે તે શું ધર્મ છે ! ...’

‘ભાઈ મારા, આ બધાંને કારણે ખાસ તો ગરીબાઈને અને અજ્ઞાનને કારણે મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી. કુમારી ભૂશિરમાં, કુમારી માતાના મંદિરમાં અને છેલ્લે ભારતીય ખડક ઉપર બેસીને એક યોજના મેં વિચારી છે,’ આપણે આટલા બધા સંન્યાસીઓ ભટકીએ છીએ અને લોકોને પરલોકની વાતો કરીએ છીએ - એ નર્યું ગાંડપણ છે, આપણા ગુરુદેવ ‘ખાલી પેટ ધર્મ ગ્રહણ કરવા માટે યોગ્ય નથી’ એમ કહેતા ન હતા શું ? એ રંક લોકો અજ્ઞાનને લીધે જ પશુ જેવું જીવન જીવી રહ્યાં છે.’

‘એટલે માનવીમાં દેવની ખાસ કરીને ભારતના માનવીમાં દેવની પોતાની સેવા શરૂ કરવાનો સમય પાકી ગયો છે’, એમ સ્વામીજીને ખાતરી થઈ. પણ માત્ર ભારતના લાભ માટે જ નહીં પણ પશ્ચિમના હિત માટે પણ વેદાંતનો બોધ આપવાનો આરંભ પશ્ચિમમાં કરવાનો નિર્ણય એમણે કર્યો. આવો નિર્ણય કર્યા પછી એ પાછા તળ ભૂમિભાગ પર પાછા આવ્યા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda