Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Safaltana Sopano

વિચારશક્તિ

     ૧.કાર્ય કરવું તે ઘણું સારું છે. પણ કાર્ય વિચારમાંથી ઉદ્‍ભવે છે.. તેથી મગજને ઊંચામાં ઊંચા વિચારોથી, શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો; તે વિચારો અને આદર્શોને દિવસરાત તમારી સમક્ષ રાખો; તેમાંથી જ મહાન કાર્યો જન્મશે.

૨.એક જ વિચારને પકડો. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, - તેને વિશે જ વિચાર કરો. તેના જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનો એકે એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો, અને એ સિવાયના બીજા દરેકેદરેક વિચારને બાજુએ મૂકો. સફળ થવાનો આ જ માર્ગ છે.

૩. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારાં જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો જે માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી હોય તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.

૪.આપણને ગતિ આપનારું બળ વિચાર છે. મનને ઉચ્ચ વિચારોથી ભરી દો, તેના વિશે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે, જીવનનું તે સૌંદર્ય છે.. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કાંઈ કિંમત નથી.

૫.નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો. ખરાબ સંસ્કારોને દબાવવાનો એક માત્ર ઉપાય એ જ છે.

૬.જેમ ખોટા વિચારો અને ખોટાં કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે, તેમજ બીજે પક્ષે પ્રેરક - આશાનાં કિરણો પણ છે કે સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહસ્રદેવતાઓની શક્તિથી સર્વદા અને સદા માટે તૈયાર હોય છે.

૭.બચપણથી જ રચનાત્મક, દૃઢ અને સહાયક વિચારો તેમના (બાળકોના) મગજમાં દાખલ થવા દો.

૮.ખરાબ વિચારો ભૌતિક દૃષ્ટિએ જોતાં, રોગના જંતુઓ છે.

૯.શરીર તો અંદર રહેલા વિચારો મુજબ ઘડાય છે. આ રીતે દરેક રાષ્ટ્ર તે પ્રજાના વિચારોની અભિવ્યક્તિ છે.

૧૦.સારા અને નરસા વિચારના આપણે જ વારસદારો છીએ. જો આપણે આપણી જાતને પવિત્ર બનાવીએ તેમજ સદ્‍વિચારોનું સાધન બનાવીએ, તો સદ્‍વિચારો આપણામાં પ્રવેશ કરશે. સારો માણસ ખરાબ વિચારોને ગ્રહણ કરવાને તૈયાર નહિ હોય. દુષ્ટ વિચારો દુષ્ટ માણસોમાં જ સારું સ્થાન જમાવી શકે છે; યોગ્ય પ્રકારની જમીન મળે ત્યારે જ જન્મે અને વધે તેવા કીટાણુંઓ જેવા જ ખરાબ વિચારો છે.

૧૧.જે લોકો આ જીવનમાં નિરંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે. તેઓ કશું કરી શકતા નથી.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda