Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Safaltana Sopano

ભારત

૧.જ્યાં સુધી લાખો મનુષ્યો ભૂખમરા અને અજ્ઞાનની દશામાં જીવે છે ત્યાં સુધી એ ગરીબોના ભોગે શિક્ષણ પામીને જે માણસ તેમનાં પ્રત્યે જરા પણ ઘ્યાન આપતો નથી; એવા દરેકેદરેકને હું દેશદ્રોહી ગણું છું.

૨.મારા દેશબંધુઓને હું કહું છું કે તેમણે અત્યાર સુધી સારું કર્યું છે, હવે એથીયે વધારે સારું કરવાનો સમય આવ્યો છે.

૩.કાર્ય, કાર્ય અને કાર્ય જ કરો ! બાલીશ વાતો બંધ કરો, ઈશ્વરની વાતો કરો. માનવજીવન એટલું ટૂકું છે કે છળકપટ અને હવાઈ ખ્યાલો વિશેની વાતોમાં એને વેડફી નાખવું ન પાલવે.

૪.આપણો આખો દેશ તમોગુણમાં ડૂબેલો પડ્યો છે; તે સિવાય બીજા કશામાં જ નહિ; આપણે પ્રથમ રજોગુણ જોઈએ છીએ; સત્ત્વગુણ પછી આવશે, એ તો ઘણી દૂરની બાબત છે.

૫.આપણે પોતે કંઈ પણ કરતા નથી ને બીજા કંઈ કરે તેની હાંસી ઉડાવીએ છીએ. આ ઝેરથી જ આપણા રાષ્ટ્રની અધોગતિ થઈ છે. બધાં દુ:ખનું મૂળ સહાનુભૂતિ તેમજ ઉત્સાહનો અભાવ છે. તેથી આ બંને ખામી ત્યજવી જોઈએ. અમુક માણસમાં કેટકેટલી શક્તિઓ છે તે ઈશ્વર સિવાય કોણ જાણી શકે ? સૌને તક આપો; બાકીનું બધું ઈશ્વર પર છોડો.

૬.આપણા દેશને અત્યારે લોખંડી સ્નાયુઓ અને પોલાદી જ્ઞાનતંતુઓની જરૂર છે. જેનો કોઈ સામનો કરી ન શકે, વિશ્વનાં રહસ્યો અને કોયડાઓમાં પ્રવેશ કરી શકે અને સમુદ્રને તળિયે પહોંચીને મોતનો સામનો કરવો પડે તો તેમ કરીને પણ પોતાનો હેતુ પાર પાડી શકે તેવી જબરદસ્ત ઇચ્છાશક્તિની આપણને જરૂર છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda