Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Safaltana Sopano

સાચું સુખ

૧.સુખ અને દુ:ખ એ એક જ સિક્કાની ઊલટી અને સૂલટી બાજુઓ છે. જે સુખને સ્વીકારે તેણે દુ:ખને પણ સ્વીકારવું જ જોઈએ. દુ:ખ વગરનું સુખ આપણે મેળવી શકીએ એવો મૂર્ખાઈભર્યો ગાંડો વિચાર આપણા સહુમાં ઘર કરી રહેલો છે; આ વિચારે આપણને એટલા બધા ભરખી લીધા છે કે ઇન્દ્રિયો પર આપણો કાબૂ રહેતો જ નથી.

૨.પરાધીનતા દુ:ખ છે, સ્વાધીનતા સુખ છે.

૩.માથે દુ:ખનો મુકુટ પહેરીને સુખ મનુષ્યની પાસે આવે છે; જે સુખનું સ્વાગત કરે તેણે દુ:ખનું પણ સ્વાગત કરવું પડે.

૪. જ્યાં સુધી મનની અંદર ઇચ્છા રહેલી છે, ત્યાં સુધી સાચું સુખ મળી શકે જ નહિ.

૫.દરેકના જીવનમાં સમાધાનવૃત્તિ હોવી જ જોઈએ, આ સનાતન પાઠને શીખી લઈને તેનું પાલન કરશે તો લોકો અત્યંત સુખી જીવન ગાળી શકશે.

૬.ઇન્દ્રિયપરાયણ જીવનથી ઊંચા જવાની આપણી અશક્તિ, શારીરિક ભોગો માટેનાં વલખાં જ જગતની બધી ભયંકરતા અને દુ:ખોનું કારણ છે. મનની આવી બેફામ દોડાદોડીને કાબૂમાં રાખવાનું, તેને ઇચ્છાશક્તિના શાસન તળે મૂકવાનું, અને એમ કરીને તેના જુલમી હુકમોમાંથી આપણી જાતને મુક્ત કરવાનું આપણને શીખવનાર શાસ્ત્ર તે મનોવિજ્ઞાન છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda