Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Safaltana Sopano

ચારિત્ર્ય

૧.શુભનો માર્ગ વિશ્વમાં ઘણો જ કઠિન અને આકરા ચઢાણવાળો છે. આટલા બધા સફળ થાય છે, તે જ આશ્ચર્ય છે. અનેક નિષ્ફળ જાય છે તેમાં કંઈ આશ્ચર્ય નથી. હજારો ઠોકરો ખાઈને ચારિત્ર્યને દૃઢ કરવાનું છે.

૨.સત્કર્મ કર્યે જ જાઓ, નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો; હલકટ સંસ્કારોને દબાવવાનો એક માત્ર ઉપાય એ જ છે. કદી પણ એમ નહિ કહેતા કે અમુક માણસ સુધરી નહિ જ શકે; કારણ કે એ વ્યક્તિ એટલે અમુક પ્રકારનું ચારિત્ર્ય, એક ટેવોનું પોટલું કે જે ટેવો નવી અને વધુ સારી ટેવો વડે કાબૂમાં લાવી શકાય. ચારિત્ર્ય એટલે પુનરાવર્તન પામેલી ટેવો, એટલે કેવળ પુનરાવર્તન પામેલી ટેવ જ ચારિત્ર્યને સુધારી શકે.

૩.તમારી જાતને શુદ્ધ કરો એટલે જગત પણ શુદ્ધ થવાનું જ.

૪.ચારિત્ર્યના ઘડતરમાં દુ:ખ અને સુખ, શુભ અને અશુભ, બંને સરખો ભાગ ભજવે છે. અને કેટલીકવાર તો સુખ કરતાં દુ:ખ વધારે સારા શિક્ષકની ગરજ સારે છે.

૫.મહાન સંયોગો ક્ષુદ્રમાં ક્ષુદ્ર વ્યક્તિને પણ કોઈ પ્રકારની મહત્તા પ્રાપ્ત કરવા પ્રેરે છે, પણ એ જ ખરી મહાન વ્યક્તિ છે, જે હર કોઈ કાર્ય કરતી વખતે ચારિત્ર્યમાં એટલી જ મહાન રહે છે.

૬.જગતના ધર્મો નિર્જીવ અને હાંસી જેવા થઈ ગયા છે. દુનિયા ચારિત્ર્ય માગે છે. જેમનું જીવન એક નિ:સ્વાર્થ જ્વલંત પ્રેમરૂપ છે, તેવા પુરુષોની દુનિયાને જરૂર છે. એવા પ્રેમનો પ્રત્યેક શબ્દ વજ્ર જેવી અસર કરશે.

૭.માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેવી દીવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda