Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Safaltana Sopano

પ્રાર્થના

૧.પ્રાર્થનાથી માણસની સૂક્ષ્મ શક્તિઓ સહેલાઈથી જાગ્રત કરી શકાય છે.

૨.પ્રાર્થનામાં આપણે ‘ઈશ્વર સહુનો પિતા છે’ એમ કહીએ, અને રોજિંદા જીવનમાં પ્રત્યેક માનવીને આપણા ભાઈ તરીકે ન ગણીએ તો તેમાં શું વળ્યું ?

૩.પ્રાર્થના અને સ્તુતિ ઈશ્વર તરફના વિકાસ માર્ગનાં પ્રાથમિક સાધનો છે.

૪.શબ્દો નહિ પણ જરૂરિયાતની લાગણી એ જ સાચી પ્રાર્થના છે. પણ તમારી પ્રાર્થના ફળે છે કે નહિ તેની રાહ જોવા માટે તમારામાં ધીરજ હોવી જોઈએ.

૫.વિષાદ એ બીજું ગમે તે હોય, પણ ધર્મ નથી. હંમેશાં પ્રાર્થનાથી આનંદી અને હસમુખા બનવાથી મનુષ્ય ઈશ્વરની વધુ સમીપ પહોંચે છે.

૬.માતા એ શક્તિનું પ્રથમ-પ્રાગટ્ય છે... વિશ્વમાં રહેલી સમગ્ર શક્તિનો તે કુલ સરવાળો છે... માની ભાવના મનમાં દૃઢ થયા પછી આપણે બધું જ કરી શકીએ; પ્રાર્થનાનો તે તરત ઉત્તર આપે છે.

૬.પ્રાર્થના શું કોઈ જાદુમંત્ર છે કે તેના રટણથી તમે સખત કામ કરતા ન હો છતાં તમને અદ્‍ભુત ફળ મળી જાય ? ના, સૌને સખત કામ કરવાનું છે; સૌએ એ અનંતશક્તિના ઊંડાણે પહોંચવાનું છે. ગરીબની પાછળ તેમજ શ્રીમંતની પાછળ, એ જ અનંતશક્તિ રહેલી છે. એવું નથી કે એક માણસને સખત મહેનત કરવી પડે અને બીજો થોડાક શબ્દોના રટણમાત્રથી ફળ મેળવી જાય! આ વિશ્વ એક અખંડ પ્રાર્થના છે. જો તમે પ્રાર્થનાને એ અર્થમાં સમજો તો હું તમારા મતનો છું. શબ્દો જરૂરી નથી, મૂક પ્રાર્થના વધુ સારી છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda