Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Monastic Disciples Of Shri Ramakrishna

સ્વામી તુરીયાનંદ

આ જગતમાં જીવે છતાં જગતના ન હોય એવા સ્વામી તુરીયાનંદ સંન્યાસપૂર્વે હરિનાથ ચટ્ટોપાઘ્યાયના નામે જાણીતા આ મહામાનવનો જન્મ ૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ એક ધાર્મિક કુટુંબમાં થયો હતો. વેદાંત શાસ્ત્રોના વાંચને જગાડેલી આજન્મ-મુક્તિની ઝંખનાએ એમને શ્રીરામકૃષ્ણ સમક્ષ લાવી મૂક્યા. સૂક્ષ્મ આઘ્યાત્મિક અંર્તદૃષ્ટિથી અને સર્વગ્રાહી પ્રેમથી શ્રીઠાકુરે તરત જ  એમનું હૃદય જીતી લીધું. એમના રૂઢિચુસ્ત માનસિક ઘડતરે એમને કઠિન પરિવ્રાજક સંન્યાસી, તપસ્વી શાસ્ત્રોના વાચક બનાવી દીધા. તેઓ યુ.એસ.એ.માં સ્વામીજી સાથે ગયા અને ત્રણ વર્ષ સુધી કાર્ય કર્યું. કેલિફોર્નિયાનો શાંતિઆશ્રમ વાસ્તવિક રીતે એમનું જ સર્જન છે. ભારતમાં પાછા ફરીને એમણે પોતાના મોટા ભાગના દિવસો તપશ્ચર્યા અને સંન્યાસીઓની યુવાપેઢીને તાલીમ આપવામાં ગાળ્યા હતા. એમની તીવ્રવૈરાગ્ય ભાવના, મા જગદંબામાં ગહન શ્રદ્ધા અને શાસ્ત્રગ્રંથોની ગૂંચવણો ઉકેલવાની સૂક્ષ્મ સમજે એમના સંપર્ક-સંબંધમાં આવનાર સૌ કોઈના મન પર અમીટ છાપ પાડી હતી. ૨૧ જુલાઈ, ૧૯૨૨ના રોજ એમણે પોતાનો આ નશ્વર દેહ છોડી દીધો. તેઓ સ્વામીજીનો ઘણો આદર કરતા. એમના વિશે એમણે આમ કહ્યું છે : ‘આટલી બધી પૂર્ણતા સાથેની અનેક ક્ષેત્રોમાંની આવી નિષ્ણાતની નિપુણતા સાથેના આવા મહામાનવ આ પહેલાં મને લાગે છે કે ક્યારેય અવતર્યા નહીં હોય અને અન્યમાં શુભકલ્યાણ માટેની શક્તિમત્તાઓને જોવાની કેવી અદ્ભુત શક્તિ તેઓ ધરાવતા હતા ! ... તેમનામાં લોકોને જાગૃત કરવાની અને એમને મહાન ઊંચાઈએ પહોંચાડવાની શક્તિ હતી. અને કેવું તો હૃદય ! બીજાઓ માટે તેઓ કેવી કેવી ગહન સંવેદનાઓ અનુભવતા ! એમને સર્વ માટે અનંત પ્રેમ હતો. આવી સંવેદના મેં ક્યારેય આ પહેલાં જોઈ જાણી નથી અને ફરી પાછી આવી સંવેદના જોવા પણ નહીં મળે. એમના શબ્દો મરેલા માણસને પણ ફરીથી સજીવન કરી દેતા ! ... જ્યારે સ્વામીજી કંઈ કહેતા ત્યારે કબરમાં દટાયેલો માણસ પણ ત્યાંથી કૂદી બહાર નીકળીને આવા ઉદ્ગાર કાઢે ‘મને આ વાણી સાંભળવા દો !’ સ્વામીજીના શબ્દો લાગણી અને ભાવભાષામાં એવા તો તાકાતવાન હતા કે તે સીધેસીધા હૃદયમાં ઊતરી જાય. તે જ્યારે કંઈ કહેતા ત્યારે બધું ભુલાઈ જતું !  તેઓ આપણને ચૈતન્ય અવસ્થાના ઉચ્ચતર સ્થાને ઉન્નત કરવા શક્તિમાન હતા.’

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda