Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Monastic Disciples Of Shri Ramakrishna

સ્વામી ત્રિગુણાતીતાનંદ

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના સુખ્યાત લેખક માસ્ટર મહાશય શારદા પ્રસન્નના (સ્વામી ત્રિગુણાતીતાનંદ) શિક્ષક હતા અને તેઓ એમના ભાવિ ગુરુ રામકૃષ્ણ પાસે એમને લઈ ગયા હતા. આ મુલાકાત એ બંનેની વચ્ચે દૃઢ સાંકળ બની ગઈ. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી તેમણે સંન્યાસદીક્ષા લીધી અને તેઓ સ્વામી ત્રિગુણાતીતાનંદ બન્યા. તેમનો બાંધો કદાવર હતો અને તેઓ ઘણા સાહસિક અને હિંમતવાન હતા. તેમણે પોતાની વ્યક્તિગત સુખાકારીની ક્યારેય કાળજી કરી ન હતી, પરંતુ બીજાની સેવા કરવા માટે તેઓ હંમેશાં આતુર રહેતા. સ્વામી વિવેકાનંદના આદેશથી એમણે રામકૃષ્ણ સંઘની માસિક પત્રિકા ‘ઉદ્બોધન’ શરૂ કરી અને તેને ઘણી સારી રીતે સુપુષ્ટ કરી. જ્યારે સ્વામી તુરીયાનંદ સાનફ્રાન્સિસ્કોમાંથી ભારત પાછા ફર્યા ત્યારે એમને જ ત્યાં વેદાંતના કાર્યનું સુસ્થાપન કરવા માટેની જવાબદારી સોંપાઈ હતી. તેમણે જ પશ્ચિમમાં એટલે સાનફ્રાન્સિસ્કોમાં સર્વપ્રથમ હિંદુ મંદિર બાંઘ્યું. એક મગજ ફરેલા ગાંડા માનવીએ એમના પર બોંબ ફેંક્યો અને આ મહાન જીવનનો અકાળ કરુણ અંત ૧૦ જાન્યુઆરી, ૧૯૧૪ના રોજ આવ્યો.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda