Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Monastic Disciples Of Shri Ramakrishna

સ્વામી રામકૃષ્ણાનંદ

એમ કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ સંન્યાસ દીક્ષા વખતે પોતાના માટે ‘રામકૃષ્ણાનંદ’ એવું નામ ધારણ કરવા ઇચ્છતા હતા. પરંતુ આ નામને સૌથી લાયક એવા શશિભૂષણ માટે એમણે પોતાની આ ઇચ્છાને ત્યજી દીધી. શ્રીરામકૃષ્ણદેવના અંતિમ દિવસોમાં એમણે એમની કરેલી અનન્ય અને ભક્તિભાવપૂર્વકની સેવાને કારણે શશી મહારાજ એ નામને યોગ્ય હતા. જ્યારે શ્રીઠાકુર જીવતા હતા ત્યારે એમણે કરેલી સેવા-ચાકરી અને શ્રીઠાકુરની મહાસમાધિ પછી એમના અસ્થિકુંભ દ્વારા કરેલી એમની સેવાપૂજા એક અનન્ય ઉદાહરણ જેવી છે. તેમનો જન્મ ૧૩ જુલાઈ, ૧૮૬૩ના રોજ બંગાળના હુગલી જિલ્લામાં થયો હતો. પોતાના પિતરાઈ ભાઈ શરત (સ્વામી શારદાનંદ) સાથે એમના શ્રીઠાકુર મિલને એ બંને વચ્ચે એક મજબૂત સંપર્ક સંબંધ સાધી દીધો. શ્રીઠાકુરને એમણે પોતાના જીવનના ધ્રુવ તારા તરીકે અપનાવ્યા. શ્રીઠાકુરની અંતિમ માંદગીમાં શશી મહારાજ દિવસ રાત એમની સેવા ચાકરી કરવામાં એમને સુખ આરામ મળે તેવું કરવામાં સતત કાર્યરત રહેતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી એમના પવિત્ર અસ્થિકુંભને બારાનગર મઠના મંદિરમાં રાખવામાં આવ્યો. શશીએ પોતે જ એ અસ્થિકુંભની સેવાપૂજા કરવાની જવાબદારી લઈ લીધી અને સાથે ને સાથે અત્યંત ત્યાગ તપોમય જીવન જીવતા પોતાના સંન્યાસી ગુરુબંધુઓની સારસંભાળ લેવાનું કાર્ય પણ પોતાને ખભે ઉપાડી લીધું. આ સંન્યાસીઓની કાળજી જેટલા પ્રમાણમાં શશિ મહારાજે લીધી એટલી કાળજી તો કોઈ પણ માતા આટલા પ્રેમભાવથી પોતાના બાળકોની પણ નહિ લેતી હોય. સ્વામી વિવેકાનંદની વિનંતીથી સ્વામી રામકૃષ્ણાનંદ મઠનો પ્રારંભ કરવા મદ્રાસ આવ્યા. પોતાના તપોમય જીવન, સંનિષ્ઠ સેવા અને અગાધ વિદ્વત્તાથી તેઓ આ મઠને નક્કર આધારશિલા આપી શક્યા. જો કે એમને અવારનવાર કપરી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. એમણે મૈસૂર રાજ્યના લોકોના હૃદયમાં શ્રીરામકૃષ્ણદેવના જીવન સંદેશ પ્રત્યે રસરુચિની જ્યોત જગાડી અને અંતે બેંગ્લોરમાં પણ મઠનો પ્રારંભ થયો. એમનામાં સર્વોત્કૃષ્ટ કક્ષાની બૌદ્ધિક પ્રતિભા અને ગહનમાં ગહન ભક્તિનિષ્ઠાનું સંમિશ્રણ થતું જોવા મળે છે. મદ્રાસના મઠને સુદૃઢ બનાવવા માટે એમણે જે સખત અને અવિરત પુરુષાર્થ કર્યો એને કારણે એની કદાવર કાયા ભાંગી પડી. તેમણે ૨૧ ઓગસ્ટ, ૧૯૧૧ના રોજ આ મર્ત્ય જગતમાંથી શાશ્વત વિદાય લીધી.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda