Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Monastic Disciples Of Shri Ramakrishna

સ્વામી અદ્ભુતાનંદ

બિહારના અંદરના ગામડામાં જન્મેલા અને નાની વયે અનાથ બનેલા રખતુરામ (લાટુ)ને એમના કાકા કોલકાતા લઈ આવ્યા હતા. એમને શ્રીરામકૃષ્ણદેવના ભક્ત રામચંદ્ર દત્તના ઘરમાં નોકરી મળી ગઈ. જ્યારે શ્રીરામકૃષ્ણને એક સેવકની જરૂર હતી ત્યારે લાટુ મહારાજ એમની સાથે રહેવા લાગ્યા અને એમની સેવા કરવા લાગ્યા. એમને મન પોતાના ગુરુ શ્રીઠાકુર સર્વસ્વ હતા એટલે એમની સેવા પણ એવી જ અનન્ય ભક્તિભાવભરી રહી. શ્રીઠાકુરની મહાસમાધિ પછી લાટુ મહારાજે સંન્યાસ ગ્રહણ કર્યો અને તેઓ સ્વામી અદ્ભુતાનંદ બન્યા. તેઓ એક ભિક્ષુકનું જીવન જીવ્યા પણ પોતાના સૌથી પ્રિય યાત્રાસ્થાન દક્ષિણેશ્વરથી તેઓ ભાગ્યે જ દૂર ગયા હતા. કઠિન તપશ્ચર્યા અને સુદીર્ઘકાળના ઘ્યાનને લીધે તેઓ સતત પ્રભુમય જીવન જીવી શક્યા. પછીથી ઘણા જીજ્ઞાસુ ભક્તો એમને મળતા અને પોતાની શંકાનું સમાધાન એમની પાસે કરાવતા. એમણે પોતાના અંતિમ દિવસો વારાણસીમાં ગાળ્યા અને ૨૪ એપ્રિલ, ૧૯૨૦ના રોજ પોતાનો ક્ષરદેહ છોડ્યો. તેમણે એક વખત કહ્યું હતું: ‘જ્યારે સ્વામીજી અમેરિકાથી પાછા ફર્યા ત્યારે હું એમની સામે જતાં અચકાયો કારણ કે એમને તો પશ્ચિમમાં આટલાં બધાં માનસન્માન મળ્યાં હતાં. સ્વામીજી મને ભેટી પડ્યા અને કહ્યું: ‘હજુ પણ હું એ જ નરેન છું અને તમે એ જ લેટો (લાટુ) છો. તમે જે કંઈ પણ જુઓ છો એ તો માત્ર પ્રભુની જ ઇચ્છા છે, એ તો માત્ર પ્રભુની લીલા છે.’ તેઓ કહેતા: ‘પોતાના પૂર્વજન્મોના અનેક પવિત્ર પુણ્યકાર્યોને લીધે જ કોઈને સ્વામી વિવેકાનંદ જેવા ગુરુબંધુ સાંપડે. શ્રીઠાકુરે એમને અમારા બધાની સારસંભાળ લેવાનું કહ્યું હતું અને એમણે અમારા માટે શું શું નથી કર્યું ? હા, હું વિવેકાનંદની પૂજા કરું છું.’

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda