Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Monastic Disciples Of Shri Ramakrishna

સ્વામી પ્રેમાનંદ

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય બાબુરામને સંન્યાસ વખતે ‘સ્વામી પ્રેમાનંદ’એવું નામ સ્વામીજીએ આપ્યું હતું. આ નામ એમની મૂળ પ્રકૃતિ અને એમના વૈશ્વિક પ્રેમને સાર્થક કરે છે. એમનો જન્મ ૧૦ ડિસેમ્બર, ૧૮૬૧ના રોજ આંટપુરમાં થયો હતો. બાળપણથી જ એમનામાં સ્વાભાવિક આઘ્યાત્મિક ઝંખના હતી. તેઓ શ્રીરામકૃષ્ણના સંપર્કમાં આવ્યા. એમણે એની  ઉચ્ચ આઘ્યાત્મિક શક્તિને તરત જ ઓળખી લીધી અને તેને પોતાના શિષ્ય રૂપે સ્વીકાર્યા. એમણે પોતાના જીવનનો મોટો ભાગ બારાનગર, આલમબજાર અને બેલુર મઠમાં ગાળ્યો હતો. તેઓ મંદિરની સેવાપૂજા, આંતરિક વ્યવસ્થા અને નવા દાખલ થયેલા સંન્યાસીઓને તાલીમ આપવામાં પોતાનો સમય ગાળતા. તેમના અંતરના માતૃહૃદય સમા પ્રેમને કારણે તેઓ સૌના પ્રીતિપાત્ર બન્યા. એમના દિવ્ય સ્પર્શથી ઘણા યુવાનોના જીવનનું પરિવર્તન થયું હતું. બંગાળના અને એમાંય ખાસ કરીને પૂર્વ બંગાળના વિવિધ ભાગોનાં રોકાણો દરમિયાન એમણે યુવાનોને સ્વૈચ્છિક સેવા દ્વારા સમાજને ઉપયોગી થવા માટે પ્રેર્યા હતા. એમને સ્વામીજી પ્રત્યે ઘણો પ્રેમભાવ અને ભાવભક્તિ હતાં. તેમણે એક વખત કહ્યું: ‘સ્વામીજી તો સપ્તર્ષિમાંના નર-નારાયણ ઋષિ છે. સ્વયં શિવજીએ માનવના કલ્યાણ માટે એમના દેહે અવતાર લીધો છે. આટલા અલ્પકાળમાં સમગ્રવિશ્વમાં કેવું અદ્ભુત ભાવ આંદોલન એમણે રચી દીધું એ તમે જોતા નથી ? જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ તમે એમણે જે કંઈ શીખવ્યું તે સત્ય હતું એનો ખ્યાલ તમને આવશે. એમણે બીજ વાવ્યાં છે, એ બીજ અંકુરિત થઈને એક મહા વટવૃક્ષ બનશે અને એ વટવૃક્ષની છાયા તળે સમગ્રવિશ્વને શાંતિ સાંપડશે.’ ૩૦મી જુલાઈ, ૧૯૧૮ના રોજ સ્વામી પ્રેમાનંદજી મહાસમાધિ પામ્યા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda