Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Swami Vivekananda

ભારતનું ભાવિ

આઘ્યાત્મિકતામાં તમે માનતા હો કે ન માનતા હો, તો પણ રાષ્ટ્રજીવનને માટે તમારે એને ગ્રહણ કરીને સાચવવાની છે. પછી ભલે તમે બીજો હાથ લંબાવીને બીજી પ્રજા પાસેથી જે કંઈ મેળવવું હોય તે મેળવો; પણ બીજું બધું જ દેશના એ એક મુખ્ય આદર્શ પાસે ગૌણ બની રહેવું જોઈએ; અને એમાંથી જ એક અપૂર્વ, અદ્‍ભુત, ગૌરવવંતા ભવિષ્યના ભારતવર્ષનો જન્મ થશે-મને તો એની દૃઢ પ્રતીતિ છે-પ્રાચીન કાળમાં હતા એથી પણ વિશેષ મહાન ઋષિઓ જન્મ લેશે અને પોતાના ગૌરવવંતા મહાન સંતાનોને જોઈને તમારા પૂર્વજોની આંખ ઠરશે, એટલું જ નહીં, એમની છાતી ગર્વથી ફૂલી ઊઠશે. મારા ભાઈઓ... જુઓ, આપણી ભારતમાતા તત્પર બનીને  પ્રતીક્ષા કરી રહી છે. આ તો ક્ષણિક નિદ્રા જ હતી. જાગો, ઊઠો અને એને સનાતન સિંહાસન પર બિરાજેલી જુઓ-નવો અવતાર પામેલી કદીયે નહોતી એટલી ગૌરવવંતી આપણી માતૃભૂમિનાં દર્શન કરો.

દીર્ધતમ રાત્રિ હવે વિદાય લેતી હોય એમ લાગે છે, કપરામાં કપરી પીડા આખરે દૂર થતી લાગે છે, જે શબ જેવું દેખાતું હતું તેમાં પ્રાણસંચારનાં ચિહ્ન દેખાવાં લાગ્યાં છે, અને એક ગેબી અવાજ આપણી તરફ આવી રહ્યો છે; જાણે, જ્ઞાન,પ્રેમ, કર્તવ્યપરાયણતાના અનંત હિમાલયની શિખરરાજિ સાથે અથડાઈ પરાવર્તન પામી એક નાદ આપણા કાન સાથે અથડાય છે: ‘ભારતવર્ષ આપણી માતૃભૂમિ છે,’ - એ ઘ્વનિ આપણી સમીપ આવતો જાય છે. એ અવાજ છે તો ધીમો, દૃઢ ને છતાં બિલકુલ સ્પષ્ટ છે.

જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ એ સાદ વધારે ને વધારે સ્પષ્ટ થતો જાય છે, અને જુઓ જે નિદ્રાવશ હતા તે જાગે છે ! હિમાલયમાંથી આવતી વાયુલહરીની જેમ એ મૃતપ્રાય અસ્થિસ્નાયુમાં પ્રાણનો સંચાર કરે છે, આળસ વિદાય લે છે. આપણી માતૃભૂમિ દીર્ધકાળની નિદ્રાને ત્યજીને હવે જાગૃતિમાં આવે છે. વિકૃત દૃષ્ટિવાળાં કે અંધ જ આ જાગૃતિને જોઈ શકતાં નથી. હવે કોઈ લાંબો કાળ એની આડે અતંરાયરૂપ બનીને ઊભું રહી શકે એમ નથી. એ કદી પણ નિદ્રાધીન થવાની નથી, કોઈપણ બાહ્ય સત્તા હવે એને આગળ વધતાં અટકાવી શકે એમ નથી, કારણ કે વિરાટ શક્તિ હવે પોતાના પગ ઉપર ખડી થઈ રહી છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda