Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

માતાજીનો ડાકુ-પુત્ર અમજદ

જયરામવાટીની બાજુના ગામમાં રેશમનું વણાટકામ કરતા મુસલમાનોની મોટી વસ્તી હતી. પણ પરદેશથી રેશમી કાપડની આયાત થવા માંડી એટલે આ બધાનો ધંધો પડી ભાંગ્યો. પરિણામે મોટા ભાગના તો ચોર અને ડાકુ બની ગયા. જયરામવાટીમાં માતાજી મકાન બંધાવતાં હતાં ત્યારે કેટલાક મુસલમાનો પણ કામ કરવા આવતા. આ બધામાં અમજદ નામનો એક ભયંકર ડાકુ પણ કામે આવતો. માતાજીએ આ અમજદને એકવાર જમવા બોલાવ્યો. એ દિવસોમાં ચુસ્ત હિંદુઓ મુસલમાનોથી દૂર રહેતા. એટલે અમજદ જમવા આવ્યો ત્યારે માતાજીની ભત્રીજી નલિનીએ એની પાતળમાં ઊંચેથી ખાવાનું પીરસ્યું. માતાજી આ જોઈ ગયાં એટલે નલિનીને કહ્યું : ‘જો કોઈને ઉપેક્ષાથી જમાડીએ તો જમનાર જમે કેવી રીતે ? હવે તું રહેવા દે. અમજદને હું જ પીરસીને જમાડીશ.’

અમજદે જમી લીધું એટલે માતાજીએ જાતે જ એ જગ્યા સાફ કરી. નલિનીએ આ જોયું એટલે તે તો બૂમ પાડી ઊઠી: ‘ફઈબા, તમારી જાત ગઈ !’ માતાજીએ એને ઠપકો આપતાં બોલ્યાં : ‘બસ, હવે રાડો પાડ મા. શરદ જેમ મારો દીકરો છે, તેમ અમજદ પણ મારો જ દીકરો છે.’ શરદ એટલે શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી સારદાનંદ અને અમજદ એટલે લૂંટારો ! પણ ‘મા’ના તો બંને દીકરાઓ જ હતા !

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda