Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

કાશ્મીર અને હિમાલયની યાત્રાએ

મે, ૧૮૯૮માં પોતાની પશ્ચિમની શિષ્યાઓ અને કેટલાક સંન્યાસી બંધુઓ સાથે સ્વામીજી વળી પાછા નૈનિતાલ થઈને આલમોડા ગયા. આ અલ્પરોકાણમાં એમનું પોતાની પશ્ચિમની શિષ્યાઓનું ઘડતરકાર્ય ચાલું રહ્યું. આલમોડામાં સ્વામીજી જેમને ખૂબ ચાહતા હતા એવા એમના ત્રણ સુહૃદજનો - એમના વફાદાર શિષ્ય શ્રી ગુડવીન, પવહારી બાબા અને મદ્રાસમાંથી બહાર પડતા પોતાના સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના પ્રબુદ્ધ સંપાદક શ્રી રાજમ્ અય્યરના દુ:ખદ અવસાનના સમાચાર મળ્યા.

૧૧ જૂને તેઓ પોતાના પશ્ચિમના શિષ્યો સાથે આલમોડાથી કાશ્મીર અને હિમાલયનાં અન્ય પવિત્ર સ્થળોની તીર્થયાત્રાએ નીકળ્યા. પર્વતમાળાઓ, ખીણો અને કાશ્મીરના જળમાર્ગો તેમજ ત્યાંના પ્રકૃતિના સૌંદર્યને અભિવ્યક્ત કરતાં ભવ્ય પ્રાકૃતિક દૃશ્યોનું વર્ણન ભગિની નિવેદિતાના ગ્રંથ ‘વોન્ડરિંગ્સ વીથ સ્વામી વિવેકાનંદ’માં  ઘણી સરસ રીતે કરવામાં આવ્યું છે. પશ્ચિમની શિષ્યાઓ અને એમાંય ખાસ કરીને ભગિની નિવેદિતા માટે આ સમયગાળો મહાન પૂર્વતૈયારી અને સુયોગ્ય તાલીમનો બની રહ્યો. ૧૬મી જૂને, આમાંની કેટલી શિષ્યાઓ સાથે સ્વામીજી કાશ્મીર જવા ઉપડ્યા. સ્વામીજી અને એમની શિષ્યાઓ માટે કાશ્મીરની આ યાત્રા એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો. જુલાઈના અંતે ભગિની નિવેદિતા સાથે સ્વામીજી પવિત્ર અમરનાથની યાત્રાએ નીકળ્યા. નાનાંમાં નાનાં વિધિવિધાનોનું ચોક્કસપણે પાલન કરતાં કરતાં સ્વામીજી ૨જી ઓગસ્ટના રોજ દેહ પર ભસ્મ લગાડીને માત્ર કૌપીન ધારણ કરીને અમરનાથની ગુફામાં પહોંચ્યા. તેમનો આખો દેહ ભાવથી કંપતો હતો. એક અત્યંત રહસ્યમય અને ભાવભર્યો અનુભવ એમને થયો, જેના વિશે તેઓ ક્યારેય કંઈ બોલ્યા નથી. અવર્ણનીય એવા શિવજીએ પોતે જ તેમને સાક્ષાત્ દર્શન દીધાં. આ યાત્રા પછી થોડા સમય બાદ સ્વામીજીનાં પ્રેમભક્તિ જગદંબા પર વધુ ગાઢ બન્યાં. એમના જ વિચારોમાં તેઓ ડૂબેલા રહેતા અને તેમનાં દર્શન માટે સતત ઝંખતા રહેતા. એક સાંજે ભાવપૂર્ણ પ્રેરણા સાથે તેમણે ‘કાલી ધ મધર’ નામનું સુખ્યાત કાવ્ય લખ્યું. અને ત્યાર પછી શ્રીનગરથી થોડા જ માઈલ દૂર આવેલ ક્ષીરભવાની માના મંદિરની મુલાકાતે ગયા. સ્વામીજી માટે આ પણ એક સ્મરણીય અનુભવ બની રહ્યો. તેઓ માના ભાવમાં મગ્ન હતા અને પોતાના કાવ્યમાંથી ઉદ્ધરણ ટાંક્યું, ‘એ બધું સત્ય બન્યું, એનો શબ્દેશબ્દ થયો સાકાર; અને મેં તે કર્યું પુરવાર, કારણ મેં ખુદ મૃત્યુદેવને આલિંગ્યા છે.’

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda