Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

ભારતમાં પ્રત્યાવર્તનઃ કલકત્તામાં અભિવાદન

અંતે પયગંબર ઘરે પાછા ફર્યા, પોતાના તારણહાર અને પયગંબરનું અભિવાદન કરવા રાષ્ટ્ર-પ્રજાજનો ખડેપગે રહ્યા. ૨૦ ફેબ્રુઆરી, ૧૮૯૭ના રોજ કલકત્તામાં થયેલું એમનું અભિવાદન અનન્ય અને અદ્‍ભુત હતું. આશરે ૨૦ હજાર લોકો એકઠા થયા હતા. સૂરીલા સંગીતની ધૂનો વહેતી હતી, વિશાળ કમાન-તોરણ રિપન કોલેજ સુધીના માર્ગ પર શોભતાં હતાં. ‘વિવેકાનંદનો જય હો !’ ના ભવ્ય જયનાદથી આકાશ ગૂંજતું હતું. ૨૮ ફેબ્રુઆરીના રોજ શોભાબજાર, રોયલ પેલેસમાં ઔપચારિક અભિવાદન સમારંભ યોજાયો. બ્રિટિશ સામ્રારાજ્યના આ ઐતિહાસિક શહેરમાં આ સમારંભ સૌથી વધુ વિલક્ષણ હતો. ખેતડીના મહારાજાએ કલકત્તામાં સ્વામીજીનું અભિવાદન કર્યું, તેમના ચરણ ધોયા અને તેમને ચંદનપુષ્પ અર્પણ કર્યાં.

કલકત્તામાં સ્વામીજીએ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણને હૃદયસ્પર્શી અંજલિ અર્પતાં કહ્યું : ‘ભાઈઓ, તમે મારા હૃદયના સૌથી ઊંડા તારને ઝણઝણાવ્યો છે; અને તે છે મારા ઉપદેશક, મારા ગુરુદેવ, મારા નાયક, મારા આદર્શ, મારા જીવનમાં પ્રભુ શ્રીરામકૃષ્ણ પરમહંસનું વર્ણન. મારા દ્વારા, મારા વિચારો દ્વારા કે શબ્દો કે કાર્યો દ્વારા, જો મને કાંઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય; અને જો મારા હોઠેથી સરતા શબ્દે દુનિયામાં કોઈનેય મદદ કરી હોય તો, એના માટેના શ્રેયનો દાવેદાર હું નથી, તે તો તેઓ જ છે... જો રાષ્ટ્ર ઉન્નત થવા ઇચ્છતું હોય તો મારો આ શબ્દ ગ્રહણ કરો, એમણે સૌએ એમના નામે એકઠું થવું પડશે.’ કલકત્તા એવું શહેર હતું કે જ્યાં તેમના ગુરુદેવ પોતાનું જીવન જીવ્યા; અને જ્યાં એમના શિષ્યો-ગૃહસ્થ અને સંન્યાસી શિષ્યો સ્થિર થયા એટલે જ એમણે ત્યાં હવે ઉપદેશ કે વ્યાખ્યાન આપવા કરતાં વધારે અગત્યનું કાર્ય કરવાનું હતું. પ્રથમ તો તેઓ બાબુ ગોપાલલાલ સીલના કાશીપુરના ઉદ્યાનગૃહમાં મોટાભાગનો સમય ગાળતા. મુલાકાતીઓને મળવા અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે વિચાર-વિર્મશ કરવા સ્વાગત સમિતિએ સ્વામીજીને એમના અધિકૃત નિવાસસ્થાન તરીકે આ મકાન આપ્યું હતું. પરંતુ સંઘ્યા અને રાત્રિનો સમય તેઓ પોતાના સંન્યાસીબંધુઓ સાથે ગાળતા. આ સંગાથ જ્યારે એમણે પરિવ્રાજક સંન્યાસી જીવનનો પ્રારંભ કર્યો ત્યારે એટલે કે ૧૮૮૮માં છોડ્યો હતો.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda