Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

સ્વામીજીના વિદેશી શિષ્યોઃ ભગિની નિવેદિતા

આ રીતે ૧૮૯૩ થી ૧૮૯૬ સુધી અમેરિકા અને ઈંગ્લેન્ડમાં વેદાંતની આધારશિલા રચવામાં સ્વામીજીએ પોતાનો સમય ગાળ્યો. આ બંને દેશોમાં - અમેરિકાના ન્યૂયોર્કમાં અને ઈંગ્લેન્ડના લંડનમાં - વેદાંત કેન્દ્રોની તેમણે સ્થાપના કરી. ભારતમાંથી પોતાના ગુરુબંધુઓને ત્યાંના મુખ્ય ઉપદેશક સંન્યાસીને અઘ્યક્ષ રૂપે મોકલ્યા. જ્યારે સ્વામીજીએ પશ્ચિમ છોડ્યું ત્યારે સ્વામી શારદાનંદજીને અમેરિકામાં વેદાંતના કાર્યનો હવાલો સોંપાયો અને સ્વામી અભેદાનંદજીને લંડનના આ કાર્યનો હવાલો સોંપાયો.

આયર્લેન્ડની વીર અને વિદુષી નારી માર્ગારેટ નોબેલે સ્વામીજીની પ્રથમ મુલાકાતમાં ઘ્યાનસ્થ પ્રતિભાવાળી વિરલ વ્યક્તિમાં જોવા મળતાં ‘ગૌરવ અને વિનમ્રતા’ સાથે ‘દેવશિશુ’ સમો ચહેરો જોયો. શ્રીમા શારદાદેવીની દૃષ્ટિએ  ‘પશ્ચિમના પુષ્પ’ એવા પવિત્ર આત્માએ ‘પોતાના (સ્વામીજીના) ભાઈભાંડું સમા લોકોના પ્રેમના પૂજક’રૂપે પોતાની જાતને સમર્પિત કરી દીધી. અધ:પતિત અને રાષ્ટ્રભાવનાવિહોણા બનેલા ભારતને ઉજ્જવળ બનાવીને, પોતાનું સમૂળું પરિવર્તન કરીને માર્ગારેટ નોબેલ ‘લોકમાતા’, અને ‘ભગિની નિવેદિતા’ બન્યાં.

પોતાના ભૂતકાળનાં મહિમા અને આઘ્યાત્મિક મહત્તા; પોતાની હાલની ગરીબાઈ અને અધ:પતન તેમજ નારીઓ અને સામાન્ય લોકજન સમૂહને શૈક્ષણિક, સામાજિક અને આઘ્યાત્મિક રીતે અવગણ્યા હતા એવા ભારતને તેઓ સમગ્રપણે ચાહતાં શીખ્યાં. કલકત્તાના ભયંકર પ્લેગના સમયે અત્યંત દુ:ખી બનેલી માતાઓએ- સ્ત્રીઓએ એમનામાં ‘સાચાં મા’ને જોયાં હતાં, બાળકો એમના અમીવર્ષા કરતા હાથના સ્પર્શથી સુખદ સમાશ્વાસન પામતાં. સ્વામીજીએ એક પત્રમાં તેમને આમ લખ્યું હતું  : ‘માતૃહૃદય અને વીર શી તમન્ના; તમો બનો ભારતના ભાવિ પુત્ર;  સ્વામિની, સેવિકા, સખા, એ બધું પણ ખરું.’

એમના જીવનની દરેક પ્રવૃત્તિમાં પોતાના ગુરુદેવ (સ્વામીજી)નું સ્વપ્ન સાકાર થતું જોઈને પોતાના ગુરુદેવના મૃત્યુ પછી તેમણે પોતાની અદ્‍ભુત પુરુષાતનવાળી ક્રિયાશીલતાથી પશ્ચિમ અને પૂર્વને હચમચાવી મૂક્યાં; એમણે દેશવિદેશના પંદર જેટલાં રાષ્ટ્રિય કક્ષાના દૈનિકપત્રો અને સામયિકોમાં સ્વામી વિવેકાનંદના ‘અગ્નિ મંત્રો’ વિશે લખીને એમને સર્વત્ર ફેલાવી દીધા. આ દ્વારા એમણે પોતાનાં લખાણોથી ભારતને જે રીતે સુસમૃદ્ધ બનાવ્યું તે આજે પણ આપણા દેશના લોકોને પ્રેરે છે. સ્વામી વિવેકાનંદ વિશેના એમના સુખ્યાત ગ્રંથ ‘ધ માસ્ટર એઝ આઈ સો હીમ’ને આજે એડવિન આર્નોલ્ડના ‘લાઈટ ઑફ એશિયા’ની સમકક્ષ ગણવામાં આવે છે. ભગિની નિવેદિતાએ સર જગદીશચંદ્ર બોઝને પ્રેરણા આપી હતી. સંશોધનોને સતત ચાલુ રાખવા એમને જરૂરી આર્થિક સહાય એકઠી કરીને પ્રેરણારૂપ બન્યાં હતાં. એમણે નવી જ સ્થપાયેલ ‘ઈન્ડિયન સોસાયટી ઑફ ઓરિએન્ટલ આટર્સ’ ને સહાય કરી હતી અને ભારતના પ્રથમ રાષ્ટ્રઘ્વજની રૂપરેખા પણ તૈયાર કરી હતી.

ભગિની નિવેદિતાએ જ ભારતમાતાનું સૂત્ર આપ્યું હતું અને સ્વદેશની પૂજા એટલે માતૃપૂજા એવો આદર્શ આપ્યો હતો. ભગિની નિવેદિતાના જીવનમાં ભારતમાતા મૂર્તરૂપ બની ગયાં હતાં, એ તત્કાલીન ભારતના મહાપુરુષોએ આશ્ચર્ય સાથે જોયું. શ્રી અરિંવદ પણ એમનાથી પ્રેરાયા હતા. શ્રી રવીન્દ્રનાથ ટાગોરેના મુખેથી આ આશ્ચર્ય ઉદ્‍ગારો સરી પડ્યા હતા : ‘કુટુંબની સીમાઓને ઓળંગી જતા અને સ્વંભૂ રીતે સમગ્રદેશમાં વ્યાપી જતા, એમનામાં મૂર્ત બનતા ભારતમાતાના આ ભાવ કે જુસ્સાને આપણે ક્યારેય નિહાળ્યો ન હતો.’

શ્રીશ્રીમા શારદાદેવીના શુભઆશીર્વાદ સાથે નિવેદિતાએ કલકત્તામાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા પ્રમાણે કલકત્તામાં પ્રથમ કન્યાશાળાનો પ્રારંભ કર્યો. આજે આ સંસ્થા ‘ભગિની નિવેદિતા શાળા’ના નામે જાણીતી બની છે. પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનંદની જેમ તેઓ મૂર્તિમંત ઊર્જારૂપ હતાં અને ‘કર્મશીલતા’ એ એમનો ભારતીયો માટેનો સંદેશ હતો. એક વખત સ્વામીજીના મુખેથી ભગિની નિવેદિતા વિશે આ પ્રશંસા વહી : ‘ઈંગ્લેન્ડમાં આવી પવિત્ર, નિર્મળ, મહાન આત્માવાળી નારી વિરલ છે. હું જો આવતીકાલે મૃત્યુ પામું તો તે મારા જીવન કાર્યને એ જીવંત રાખશે.’

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda