Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

બ્રિટનમાં વેદાન્તપ્રચાર-૩

૧૬મી સપ્ટેમ્બરે તેઓ ઈંગ્લેન્ડ આવ્યા અને વિમ્બલ્ડનમાં કુમારી મૂલરના નિવાસસ્થાને ઉતર્યા હતા. અહીં સ્વામીજીની વિનંતીથી ભારતમાંથી સ્વામી અભેદાનંદ આવીને તેમની સાથે જોડાઈ ગયા. નજીકમાં જ રહેતા પ્રૉ. ડ્યુસન સ્વામીજીની અવારનવાર મુલાકાત લેતા. ત્યાર પછીના થોડા જ સમયમાં સ્વામીજી અને સ્વામી અભેદાનંદ નજીકના એક ફલેટમાં રહેવા ગયા. અહીં શ્રી ગુડવીન એમની સાથે જોડાયા. આ સ્થળે એમણે ૪૨ વર્ગવ્યાખ્યાનો અને અન્ય સંભાષણો આપ્યાં. આ વર્ગવ્યાખ્યાનોનો સમાવેશ પુસ્તકાકારે પ્રસિદ્ધ થયેલાં ‘જ્ઞાનયોગ’ અને ‘વ્યવહારુ વેદાંત’માં કરવામાં આવ્યો છે. માર્ગારેટ નોબલ આ વર્ગવ્યાખ્યાનોમાં અવારનવાર આવતાં રહેતાં અને હવે તેઓ પોતાના પૂરેપૂરાં મનહૃદયથી પોતાના આ ‘ગુરુદેવ’ના સન્નિષ્ઠ ભક્ત બની ગયાં હતાં. તેઓ એમનાં વ્યાખ્યાનોના મહાન ચાહક હતાં. માનવના આઘ્યાત્મિક ચૈતન્યને જગાડી દેતાં સ્વામીજી ખરેખર વેદાંતના સિંહ હતા. તેમણે શ્રી ગુડવીનને સ્વીટ્ઝરલેન્ડથી લખ્યું હતું: ‘ઊઠો, જાગો અને ઘ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો - આ જ એક માત્ર કાર્યસંદેશ સમગ્ર માનવજાતને આપવાનો છે.’ માનવમાં સ્વયંમાં શક્તિ અને શ્રદ્ધાની આવશ્યકતા વિશે તેઓ બળૂકી ભાષામાં વાત કરતા. સમગ્ર યુરોપમાં ધર્મવિચારોનો જે શૂન્યાવકાશ એમણે જોયો હતો, તેમાં પૂરણી માટે સર્વોત્કૃષ્ટ વેદાંતિક દૃષ્ટિકોણોને મૂકવા જોઈએ એવો એમણે ઉપદેશ આપ્યો હતો. સૌથી વધુ સંકુલ વિચારોને પણ અત્યંત સહજસરળ અને સઘન ભાષામાં તેઓ રજૂ કરી શકતા. અતિ આધુનિક સિદ્ધાંતોમાં રહેલી બૌદ્ધિકતા અને તાર્કિકતાને તેઓ ખોળી કાઢતા અને આ બધા સિદ્ધાંતો એમના શુદ્ધ અને યથાર્થ રૂપે વેદાંત દર્શનમાં કેવા હૂબહૂ રહેલા જોવા મળે છે, એ તરફ પણ તેઓ અંગુલિનિર્દેશ કરતા. સર્વમાં રહેલા એક માત્ર ‘બ્રહ્મ’નો એમણે જ્ઞાનના મૂળભૂત સિદ્ધાંત રૂપે ઉપદેશ આપ્યો હતો. એમના પ્રયાસોથી વિચારોના વિશ્વમાં ધર્મને તેની સુયોગ્ય જગ્યાએ પુન: સ્થાપિત કરવામાં આવ્યો છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda