Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

બ્રિટનમાં વેદાન્તપ્રચાર-૧

સ્વામીજીએ ન્યૂયોર્કમાં શ્રી ઈ. એચ. લેગેટના પ્રમુખપદે વેદાંતના કાયમી કેન્દ્રની સ્થાપના કર્યા પછી પોતાનું ઘ્યાન ઈંગ્લેન્ડ ઉપર કેન્દ્રિત કર્યું. એનું કારણ એ હતું કે ત્યાંથી સ્વામીજીને આગ્રહભર્યા નિમંત્રણો આવ્યાં કરતાં હતાં. આથી તેઓ ન્યૂયોર્કથી શ્રી લેગેટની સાથે લંડન જવા દરિયાઈ રસ્તે ચાલી નીકળ્યા. (૧૭, ઓગસ્ટ, ૧૮૯૫) પછી થોડો વખત પેરિસમાં રોકાઈને સપ્ટેમ્બરની ૧૦મી તારીખે લંડન પહોંચી ગયા. શરૂઆતમાં તેઓ કુમારી હેનરિટા મૂલરના મહેમાન બન્યા અને પછી શ્રી ઈ. ટી. સ્ટર્ડીના. ઈંગ્લેન્ડમાં લગભગ ચાર મહિના સુધી કામ કર્યા પછી તેઓ અમેરિકા પાછા ફર્યા. ત્યાંથી તેમને એપ્રિલ ૧૮૯૬માં લંડન પાછા ફરવાનું હતું. ત્રણ-ચાર મહિનાની તનતોડ મહેનત પછી તેઓ આ ઉપખંડની યાત્રાએ ગયા. તેમની સાથે સેવિયર્સ હતાં. સ્વામીજીના મિત્રોએ તેમને સખત કામગીરી કર્યા પછી વિશ્રાંતિ લેવાની આગ્રહભરી ભલામણ કરી હતી. એ યાત્રા પછી સ્વામીજી લંડન પાછા ફર્યા (૧૭ સપ્ટેમ્બર, ૧૮૯૬) અને લંડનમાં ડિસેમ્બર સુધી પોતાનું કાર્ય ચાલુ રાખ્યું.

૧૮૯૫ના સપ્ટેમ્બરમાં લંડન પહોંચીને સ્વામીજી એડવર્ડ ટી. સ્ટર્ડીના રિડિંગના નિવાસસ્થાને છ સપ્તાહ સુધી રહ્યા. અહીં તેમણે નારદ ભક્તિસૂત્રનો અનુવાદ કર્યો. લંડનના સમાજના સુશિક્ષિત અને સુસંસ્કૃત લોકોએ એમને સંપૂર્ણ મને સ્વીકારી લીધા હતા. સ્વામીજીને આની નવાઈ લાગી હતી કારણ કે જેને બ્રિટિશરોએ જીતી લીધું હતું અને જેના પર તેનું શાસન હતું તેવા એક રાષ્ટ્રના નાગરિક તરીકે તેઓ ભયચિંતા સાથે આ રાષ્ટ્રની મુલાકાત લઈ રહ્યા હતા; પરંતુ એ રાષ્ટ્રની પ્રજાએ એમને એક ઉપદેશક રૂપે અને એમણે જે ઉપદેશ આપ્યો એને હૃદયથી પ્રશંસ્યા હતા.

સ્વામીજી માટે પોતાની ઇચ્છાપૂર્તિનો આ એક સમય હતો. ભારતની બહાર કોઈ પણ જગ્યાએ પોતે હોય તેના કરતાં ઈંગ્લેન્ડમાં જાણે કે પોતાના વતનમાં હોય તેવી લાગણી એમણે એમના આશ્ચર્ય સાથે અનુભવી; કારણ કે ત્યાંના લોકોએ તેમનો સાર્વત્રિક સ્વીકાર કર્યો હતો. જે વૈશ્વિક સત્યો એમણે પ્રબોઘ્યાં હતાં તેમને એ લોકોએ ઉત્સાહપૂર્વક ગ્રહણ કર્યાં. એમનું વેદાંત દર્શન તો સંતોષપ્રદ રીતે તમામ સાંસ્કૃતિક દાર્શનિક ક્ષેત્રનાં બધાં બંધનોને ઓળંગી જતું બની રહ્યું. ઘણા ચર્ચના મુખિયાઓ એમના દૃષ્ટિબિંદુ સાથે સહાનુભૂતિભર્યું વર્તન રાખતા. આવા સમયે સ્વામીજીએ લખ્યું હતું: ‘મને બધી રીતે તૈયાર મેદાન મળી ગયું હતું.’ દરેક ધર્મના મૂળ માળખારૂપે વેદાંત પોતાનું પ્રદાન આપી શકે એ માટેની અનંત શક્યતાઓ એમની સમક્ષ ખૂલતી જતી હતી.  તે દરેક માનવને વ્યવહારુ સહાય પણ અર્પી શકે એવી રીતે પુન: વ્યાખ્યાયિત કરી શકાય તેમ હતું. એનાથી હિંદુ ધર્મનાં વિશાળ વૈશ્વિક વિચારો અને અનુભૂતિઓને સુસંગઠિત કરી શકાય તેમ હતાં અને વૈજ્ઞાનિક રીતે તેમને આચરણમાં મૂકીને સામાન્ય માનવને ઉચ્ચગ્રાહિતા સાથેના બુદ્ધિપ્રધાન માનવ રૂપે ઉન્નત કરી શકાય તેમ પણ હતું. ‘ઈંગ્લેન્ડમાં બીજ તો બહુ સારી રીતે વવાયાં છે’ એવી લાગણી સાથે સ્વામીજી ૧૭મી નવેમ્બરે ન્યૂયોર્ક જવા રવાના થયા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda