Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

ઐતિહાસિક વિશ્વ-ધર્મ-પરિષદ

૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે ધર્મ પરિષદનું ઉદ્‍ઘાટન થયું. આર્ટ ઇન્સ્ટિટ્યૂટનો વિશાળ હૉલ લગભગ ૭૦૦૦ માણસોથી ખચોખચ ભરાઈ ગયો હતો. તેઓ દેશની શ્રેષ્ઠ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. દુનિયાના ખૂણે ખૂણે પ્રવર્તમાન સંસ્થાગત દરેક ધર્મના પ્રતિનિધિઓ મંચ પર બિરાજતા હતા. સ્વામીજીએ કદી આટલા મોટા અને વિશિષ્ટ સમુદાયને ઉદ્‍બોધન કર્યું ન હતું. તેઓ મનથી  દુર્બળતા અનુભવવા લાગ્યા. જ્યારે તેમનો વારો આવ્યો ત્યારે તેમણે જ્ઞાનની દેવી સરસ્વતીને મનમાં નમસ્કાર કર્યા અને પછી ‘અમેરિકાનાં બહેનો તથા ભાઈઓ’ - શબ્દોથી ઉદ્‍બોધનની શરૂઆત કરી. તરત જ શ્રોતાસમુદાયે પૂરી બે મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ કર્યો. સાત હજાર માણસો ઊભા થઈ ગયા અને કોઈક અજાણ્યા પરિબળને અંજલિ આપી રહ્યા. જ્વલંત નિખાલસતાના આ સાદા શબ્દો, તેમનું વિરાટ વ્યક્તિત્વ અને તેમનું તેજસ્વી મુખારવિંદ - આ બધું એટલું મહાન હતું કે બીજે દિવસે વર્તમાનપત્રોએ તેમનું વર્ણન ધર્મ પરિષદમાંના સૌથી મહાન વ્યક્તિ તરીકે કરેલું. ભિક્ષાના કમંડલુવાળો એક સાધુ, એ સમયનો સૌથી નોંધપાત્ર માનવ બની ગયો હતો.

ધર્મ પરિષદમાં તેમણે દુનિયાના સાધુઓના પ્રાચીનતમ સમુદાયના નામે પ્રાચીનતમ ધર્મોના નામે અને જુદા જુદા વર્ગોના તથા સંપ્રદાયોના લાખો લાખો હિંદુઓના નામે અમેરિકાના લોકોનો આભાર માન્યો. હિંદુધર્મને સર્વગ્રાહી તરીકે વર્ણવીને તેમણે ઘોષણા કરી: ‘વેદાંતના તત્ત્વજ્ઞાનનાં ઉચ્ચ ઉડ્ડયન આગળ વિજ્ઞાનની અદ્યતન શોધખોળો પડઘારૂપ લાગે છે. તેનાથી માંડીને વૈવિઘ્યપૂર્ણ પુરાણકથાઓ સાથેના નિમ્નકક્ષાના મૂર્તિપૂજાના વિચારો, બૌદ્ધોના અજ્ઞેયવાદ અને જૈનોના નાસ્તિકવાદ, બધાને હિંદુના ધર્મમાં સ્થાન છે... આ સભાના માનમાં આજે સવારે જે ઘંટ વાગ્યો તે ઘંટ દરેક પ્રકારના ધર્મઝનૂનનો, કલમ અને તલવારથી ચાલતા તમામ અત્યાચારોનો અને સમાન ઘ્યેયને પહોંચવા મથતા મનુષ્યો વચ્ચે પ્રવર્તતી તમામ અનુદાર ભાવનાઓનો પણ મૃત્યુઘંટ નીવડી રહો.’

ધર્મ પરિષદમાં સ્વામીજીનાં તે પછીનાં પ્રવચનો લોકોએ આદર અને કદરદાની સાથે ઘ્યાનથી સાંભળ્યાં હતાં. તે બધાંનો એક સામાન્ય વિષય હતો - વૈશ્વિકતા. જ્યારે પરિષદમાં બીજા પ્રતિનિધિઓ પોતે પોતાના ધર્મ વિશે બોલ્યા ત્યારે સ્વામીજી આકાશ જેટલા વિશાળ અને મહાસાગર જેટલા ઊંડા ધર્મ વિશે બોલ્યા. જ્યારે પરિષદની પૂર્ણાહુતિ થઈ ત્યારે સ્વામીજીના શાંતિના દિવસોની પણ પૂર્ણાહુતિ થઈ.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda