Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

મૈસૂર રાજ્યના અતિથિ

માર્ગોવાથી સ્વામીજી રેલમાર્ગે ધારવાડ ગયા અને ત્યાંથી સીધા મૈસૂર રાજ્યના બેંગલોર ગામે ગયા. બેંગલોરના મ્યુનિસિપલ મેડિકલ ઓફિસર ડૉ. પી. પલ્પુના અતિથિ બન્યા હતા. થોડા જ સમયમાં મૈસૂરના દીવાન સર કે. શેષાદ્રિ ઐયરના પરિચયમાં એ આવ્યા. થોડી મિનિટની વાતચીતથી જ આ મહાન રાજકારણી પુરુષને ખાતરી થઈ કે ‘મારી સામેના યુવાન સંન્યાસીનું વ્યક્તિત્વ ચુંબકીય છે અને એમનામાં રહેલી દિવ્ય શક્તિ દેશના ઇતિહાસને અંકિત કરી જશે.’ દીવાનને સ્વામીજી પહેલીવાર ક્યારે મળ્યા તે જાણવા મળતું નથી પણ મૈસૂર નગરીમાં દીવાનના અતિથિ તરીકે સ્વામીજી ત્રણચાર અઠવાડિયા રહ્યા હતા.

દીવાન શ્રીશેષાદ્રિ ઐયરે મૈસૂરના મહારાજા સાથે સ્વામીજીની મુલાકાત કરાવી. મહારાજાશ્રી ચામરાજેન્દ્ર વાડિયાર પર સ્વામીજીનાં પ્રખર વિચારશક્તિ મોહક વ્યક્તિત્વની અને ઊંડી આઘ્યાત્મિક દૃષ્ટિની ગહન છાપ પડી. અને તેમણે સ્વામીજીને રાજ્યના અતિથિ બનવા વિનંતી કરી. પછીથી મૈસૂરમાં સ્વામીજી મહારાજાના અતિથિ બની રાજમહેલમાં રહ્યા હતા. મૈસૂર દરબારના પ્રખ્યાત ઓસ્ટ્રિયન ગવૈયા સાથે સ્વામીજીએ યુરોપિયન સંગીતની ચર્ચા કરી, રાજમહેલના વીજળીબત્તીની વ્યવસ્થા કરનાર નિષ્ણાત સાથે વિજ્ઞાનની વાતો પણ કરી. સૌને લાગ્યું કે સ્વામીજી માત્ર વેદાંતી સાધુ નથી પરંતુ એક મહાન વૈજ્ઞાનિક પણ છે.

ત્યાં રાજ્યના એક મુસ્લિમ સલાહકાર અબ્દુલ રહેમાન સાહેબે આશ્ચર્ય સાથે જાણ્યું કે સ્વામીજી ઇસ્લામના ધર્મગ્રંથોથી પણ સુપરિચિત હતા અને કુરાન વિશે કેટલીક શંકાઓનું નિવારણ એ ચાહતા હતા. બેંગલોરમાં એક વાર મહારાજાએ સ્વામીજીને પૂછ્યું: ‘સ્વામીજી, આપને માટે હું શું કરી કરું ?’ જવાબમાં સ્વામીજીએ પોતાની હૈયાવરાળ કાઢી. પ્રથમ એમણે ભારતની દશાની વાત કરી. પછી એમણે કહ્યું કે દાર્શનિક અને આઘ્યાત્મિક જ્ઞાન ભારતની મહાન સમૃદ્ધિ છે, પરંતુ આજે દેશને અર્વાચીન વૈજ્ઞાનિક જ્ઞાનની અને પૂરી વ્યવસ્થિત સુધારણાની તાતી જરૂર છે. પોતાનો અમૂલ્ય ખજાનો પશ્ચિમને આપવાનું ભારતનું કાર્ય છે. એમણે કહ્યું : ‘વેદાંત ધર્મ સમજાવવા અમેરિકા જવાનો મારો ઈરાદો છે અને હું ઇચ્છું છું કે આપણી પ્રજાને અદ્યતન કૃષિ, ઉદ્યોગો અને ટેકનિકલ વિદ્યાઓ પ્રાપ્ત કરવાનાં સાધનસગવડ કરીને પશ્ચિમના દેશો આપણને સહાય કરે.’ બધો ખર્ચ પૂરો પાડવા મહારાજાએ વચન આપ્યું તેમ છતાં પોતાની યાત્રા પૂરી થયા પહેલાં એનો સ્વીકાર કરવાની સ્વામીજીએ ના પાડી.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda